AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વંદે ભારત સ્લીપરમાં તત્કાલ, RAC કે વેઇટિંગ નહીં મળે: મુસાફરી અને ટિકિટ કેન્સલેશનના કડક નિયમો લાગુ

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ પર જ મુસાફરીની મંજૂરી મળશે, તત્કાલ કે વેઇટિંગની કોઈ જોગવાઈ નથી. ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરાવવા પર એક પણ રૂપિયો રિફંડ મળશે નહીં.

વંદે ભારત સ્લીપરમાં તત્કાલ, RAC કે વેઇટિંગ નહીં મળે: મુસાફરી અને ટિકિટ કેન્સલેશનના કડક નિયમો લાગુ
| Updated on: Nov 10, 2026 | 9:31 PM
Share

જો તમે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ટિકિટ બુક કરાવતાં પહેલાં કેટલાક મહત્વના નિયમો જાણી લેવા જરૂરી છે. આ ટ્રેનોમાં રેલવેએ તત્કાલ ટિકિટની સુવિધા રાખી નથી. એટલે કે છેલ્લી ઘડીએ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટ બુક કરવાનો કોઈ વિકલ્પ મળશે નહીં. મુસાફરોએ માત્ર એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (Advance Reservation Period) દરમિયાન જ ટિકિટ બુક કરાવવી પડશે. આટલું જ નહીં, ટ્રેનમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટ હોવી પણ ફરજિયાત છે.

RAC કે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને ટ્રેનમાં ચડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવેના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર એક્સપ્રેસમાં તત્કાલ ક્વોટો એટલા માટે નથી રાખવામાં આવ્યો જેથી વધુમાં વધુ મુસાફરો અગાઉથી પોતાના પ્રવાસનું આયોજન કરી શકે. વંદે ભારતના સ્લીપર વર્ઝનમાં બુકિંગ માટે તમામ સીટો જનરલ ક્વોટામાં ઉપલબ્ધ રહેશે, જેથી યાત્રીઓને વહેલી તકે ટિકિટ બુક કરવાનો મોકો મળી રહે.

હાલમાં આ 3 રૂટ પર દોડી રહી છે વંદે ભારત સ્લીપર

હાલ દેશમાં વંદે ભારત સ્લીપર એક્સપ્રેસની 3 જોડી ટ્રેનો કાર્યરત છે. તેના રૂટ અને ટ્રેન નંબર નીચે મુજબ છે:

  • હાવડા-કામાખ્યા-હાવડા: ટ્રેન નંબર 27575/27576
  • વારાણસી-નવી દિલ્હી-વારાણસી: ટ્રેન નંબર 27421/27422
  • બેંગલુરુ-મુંબઈ-બેંગલુરુ: ટ્રેન નંબર 27651/27652

ટ્રેનમાં 1, 2, 3 AC કેટેગરી, કુલ 823 સીટો

જાહેર ક્ષેત્રની કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની ટેક્નોલોજીથી વંદે ભારત સ્લીપર ટ્રેન વિકસાવવામાં આવી છે. આ ટ્રેનો મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એક ટ્રેનમાં કુલ 16 કોચ છે, જેમાં 11 AC 3-ટાયર, 4 AC 2-ટાયર અને 1 ફર્સ્ટ AC કોચ સામેલ છે. ટ્રેનમાં એકસાથે કુલ 823 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમાં AC 3-ટાયરની 611, AC 2-ટાયરની 188 અને ફર્સ્ટ ACની 24 બર્થ છે.

ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલા પૈસા કપાશે?

રેલવે બોર્ડના નિયમો અનુસાર, વંદે ભારત સ્લીપરમાં માત્ર કન્ફર્મ ટિકિટવાળા પેસેન્જરો જ મુસાફરી કરી શકશે. આ ટ્રેનમાં RAC અને વેઇટિંગ લિસ્ટ (WL) નો કોઈ નિયમ નથી. વંદે ભારત સ્લીપરની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર સમય મુજબ અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવશે:

  • 72 કલાકથી પહેલાં: ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય કરતાં 72 કલાકથી વધુ સમય પહેલાં ટિકિટ કેન્સલ કરાવવા પર ભાડાના 25% રકમ કપાશે.
  • 72 થી 8 કલાક પહેલાં: ટ્રેન ઉપડવાના 72 કલાકથી લઈને 8 કલાક પહેલાં સુધી ટિકિટ કેન્સલ કરાવો તો ભાડાના 50% રકમ કપાશે.
  • 8 કલાકથી ઓછો સમય બાકી હોય ત્યારે: જો ટ્રેન રવાના થવામાં 8 કલાક કરતાં ઓછો સમય બાકી હોય અને ટિકિટ કેન્સલ કરવામાં આવે, તો કોઈ પણ પ્રકારનું રિફંડ મળશે નહીં.

જો મુસાફરીનું પ્લાનિંગ બદલાય છે, તો ટિકિટ રદ કરાવવામાં મોડું કરવું તમારી મુશ્કેલી અને આર્થિક નુકસાન વધારી શકે છે, ખાસ કરીને ટ્રેન રવાના થવાના 8 કલાક પહેલાં સુધી ટિકિટ કેન્સલ નહીં કરો તો સમગ્ર ભાડું ગુમાવવું પડશે.

General Knowledge News : માત્ર ટ્રેન નંબર પરથી મેમુ, ડેમુ, પેસેન્જર, ફાસ્ટ, સુપર ફાસ્ટ, રાજધાની કે હોલીડે સ્પેશીયલ ટ્રેન કેવી રીતે જાણશો ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">