AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, શામળાજી અને સાળંગપુરમાં ભગવાનને કરાયો સોનાવેશનો શણગાર- જુઓ Video

ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, શામળાજી અને સાળંગપુરમાં ભગવાનને કરાયો સોનાવેશનો શણગાર- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2026 | 10:31 PM
Share

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ ગુજરાતમાં ભક્તિ અને આસ્થાના અનેરા માહોલ સાથે થયો છે. શામળાજી અને સાળંગપુર મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાનને કરોડોના સોનાના મુગટ અને 8 કિલો સોનાના વાઘાથી શણગારવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ ગુજરાતમાં ભક્તિમય વાતાવરણ સાથે થયો. નવા વર્ષની શરૂઆત સનાતન હિંદુ પરંપરા અનુસાર લોકોએ મંદિરોમાં જઈ ભગવાનના દર્શન સાથે કરી. નવા વર્ષે સવારથી ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો અને યાત્રાધામોમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ મોટી સંખ્યામાં લોકો શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા.

અરવલ્લીમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. નવા વર્ષના પાવન અવસરે શામળિયાને 6 કરોડ રૂપિયાના સોનાનો મુગટ અને 50 લાખની સોનાની મોજડી પહેરાવી શણગાર કરવામાં આવ્યો હતો. જેમા શામળિયા શેઠ દીપી ઉઠ્યા હતા. ત્યારે શામળિયાના અલૌકિક શણગારના દર્શન કરવા માટે પણ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

આ તરફ સાળંગપુરમાં પણ કષ્ટભંજન દેવના દર્શને સવારથી ભક્તો ઉમચ્યા હતા. નવા વર્ષે કષ્ટભંજન દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા ભવ્ય સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન દેવનો આ શણગાર ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અને મારૂતિનંદન આ શણગારમાં દીપી ઉઠ્યા હતા.

નૂતન વર્ષના પાવન અવસરે સાળંગપુર ધામના સંતોએ પણ તમામ ભક્તોને નવા વર્ષની શુભકામના પાઠવી. નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે, તેમજ સૌનું સર્વાંગી કલ્યાણ થાય તેવી કષ્ટભંજનદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.

 

ભાવનગરની બજારોમાં અસલી ફૂલોને ટક્કર આપતા કૃત્રિમ ફૂલો, પરંપરાગત ફૂલ બજાર પર દેખાઈ અસર

Published on: Nov 10, 2026 10:31 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">