Gold Silver Rate Today : અમદાવાદ, મુંબઈ કે દિલ્હી… ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તું સોનું? 9 નવેમ્બરના રેટ સાથે ગ્લોબલ માર્કેટનો રિપોર્ટ જુઓ
દિવાળીના બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશનાં અનેક શહેરોમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમાશ જોવા મળી છે. ધનતેરસ પર સોનાના મજબૂત વેચાણ બાદ હવે બજારમાં ભાવની સ્થિતિ શું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા છે, જાણો આ અહેવાલમાં.

દિવાળીના બીજા દિવસે એટલે કે આજે 9 નવેમ્બરના રોજ દેશમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સવારે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,590 રહ્યો છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,560 છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. (Image Source | iStock)

ગત સપ્તાહ દરમિયાન સોનું ₹4,690 સુધી મોંઘું થયું હતું. આ વર્ષે ધનતેરસના અવસરે દેશમાં સોનાનો કુલ વેપાર આશરે ₹60,000 કરોડ રહેવાનો પ્રાથમિક અંદાજ છે. (Image Source | iStock)

વેચાણના મૂલ્યમાં વાર્ષિક ધોરણે 15થી 20 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) પ્રતિ ઔંસ 4,065.63 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. (Image Source | iStock)

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,43,590 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,740 છે. (Image Source | iStock)

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,31,590 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,560 છે. (Image Source | iStock)

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,43,340 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,390 છે. (Image Source | iStock)

પુણે અને બેંગલુરુ બંને શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,43,560 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,590 છે. (Image Source | iStock)

અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,31,640 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,610 છે. (Image Source | iStock)

સોના ઉપરાંત બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. 9 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,04,900 રહ્યો છે. (Image Source | iStock)

ગત સપ્તાહ દરમિયાન ચાંદી ₹5,000 મોંઘી થઈ હતી. ધનતેરસના અવસરે ચાંદીના વેચાણના મૂલ્યમાં 30 ટકા અને વેચાણના જથ્થામાં 10 ટકાનો વધારો નોંધાવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ 52.18 ડૉલર રહ્યો છે. (Image Source | iStock)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, ફળવાળાની મીઠી વાતોમાં ન આવો, મીઠું અને રસદાર સફરજન ઓળખવાની 6 ટ્રિક જાણો !
