Islands in India: માલદીવને પણ ટક્કર મારે તેવા ભારતના આ 7 સુંદર આઇલેન્ડ: વાદળી સમુદ્ર અને સફેદ રેતીનો અદ્ભુત નજારો
વિદેશ ગયા વિના માલદીવ જેવી રજાઓની મજા માણવી હોય તો ભારતના આ 7 આઇલેન્ડ બેસ્ટ છે. અંદામાન, લક્ષદ્વીપ અને કર્ણાટકના આ સુંદર ટાપુઓ પર તમને વાદળી સમુદ્ર, સફેદ રેતી અને અદ્ભુત કુદરતી નજારા માણવા મળશે.

ભારતમાં એવા ઘણા આઇલેન્ડ આવેલા છે, જ્યાં પહોંચ્યા પછી તમને લાગશે કે તમે કોઈ વિદેશી દેશમાં રજાઓ ગાળી રહ્યા છો. ખાસ વાત એ છે કે દરેક ટાપુનું સૌંદર્ય એકસરખું નથી. ક્યાંક સમુદ્ર વચ્ચે રંગબેરંગી પરવાળાં (કોરલ રીફ) છે, ક્યાંક નાળિયેરીના વૃક્ષોથી ઘેરાયેલા શાંત સમુદ્ર કિનારા છે, તો ક્યાંક કુદરતે ખડકોને અનોખો આકાર આપ્યો છે.(AI Image)

સ્વરાજ દ્વીપ, અંદામાન અને નિકોબાર: અંદામાનનો સ્વરાજ દ્વીપ, જેને પહેલાં હેવલોક આઇલેન્ડ કહેવામાં આવતો હતો, તે સમુદ્ર પ્રેમીઓ માટે અદભુત સ્થળ છે. અહીંનો રાધાનગર બીચ તેની સફેદ રેતી અને વાદળી પાણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચારે તરફ ફેલાયેલા લીલાછમ જંગલો અને સમુદ્રના મોજાં આ જગ્યાને અત્યંત સુંદર બનાવે છે. અહીં તમે સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ અને બીચ પર આરામ કરવાની મજા માણી શકો છો.(AI Image)

શહીદ દ્વીપ, અંદામાન અને નિકોબાર: જો તમારે ભીડભાડથી દૂર શાંત જગ્યાએ રજાઓ વિતાવવી હોય, તો શહીદ દ્વીપ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેને પહેલાં નીલ આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવતો હતો. અહીં લક્ષ્મણપુર, ભરતપુર અને સીતાપુર બીચ ખૂબ લોકપ્રિય છે. આ ટાપુની સૌથી ખાસ વિશેષતા કુદરતી રીતે બનેલી ખડકોની રચના છે. અહીંનો કુદરતી સમુદ્રી પુલ, જેને હાવડા બ્રિજ પણ કહેવામાં આવે છે, તે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.(AI Image)

અગત્તી આઇલેન્ડ, લક્ષદ્વીપ: અગત્તી આઇલેન્ડ જોઈને તમને લાગશે કે સમુદ્રએ અહીં વાદળી રંગના અનેક શેડ્સ પાથરી દીધા છે. આ લક્ષદ્વીપના સૌથી સુંદર ટાપુઓ પૈકીનો એક છે. અહીંનું સ્ફટિક જેવું ચોખ્ખું પાણી, સફેદ રેતી અને સુંદર લગૂન પ્રવાસીઓને આકર્ષિત કરે છે. સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ અને કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓની મજા પણ અહીં લઈ શકાય છે. ખાસ વાત એ છે કે લક્ષદ્વીપનું એરપોર્ટ પણ આ જ ટાપુ પર આવેલું છે.(AI Image)

બંગારામ આઇલેન્ડ, લક્ષદ્વીપ: બંગારામ એવા લોકો માટે શ્રેષ્ઠ જગ્યા છે, જેઓ વેકેશનમાં શાંતિ અને પ્રાઇવસી ઇચ્છે છે. આ નાનો અને અત્યંત મનોહર ટાપુ ચોખ્ખા વાદળી પાણી અને કોરલ રીફથી ઘેરાયેલો છે. અહીં એક અનોખો નજારો રાત્રિના સમયે જોવા મળે છે. સમુદ્ર કિનારે ચોક્કસ સંજોગોમાં ચમકતા ફોસ્ફોરેસન્ટ પ્લાન્કટન પાણીને વાદળી રોશની જેવો સુંદર ચમકારો આપે છે. અહીં સ્નોર્કલિંગ અને સમુદ્ર વચ્ચે સમય વિતાવવાનો એક અલગ જ રોમાંચ છે.(AI Image)

કદમત આઇલેન્ડ, લક્ષદ્વીપ: કદમત આઇલેન્ડ તેના લાંબા દરિયાકિનારા અને મનોહર લગૂન માટે ઓળખાય છે. અહીંનું શાંત વાતાવરણ એવા લોકોને ખૂબ પસંદ આવશે, જેઓ શહેરના ઘોંઘાટથી દૂર થોડો સમય પસાર કરવા માગે છે. સમુદ્રના ચોખ્ખા પાણીમાં સ્નોર્કલિંગ અને ડાઇવિંગનો આનંદ પણ અહીં માણી શકાય છે.(AI Image)

મિનિકોય આઇલેન્ડ, લક્ષદ્વીપ: મિનિકોય લક્ષદ્વીપનો એક એવો ટાપુ છે, જ્યાં સમુદ્રના સૌંદર્યની સાથે સાથે સ્થાનિક સંસ્કૃતિ પણ માણવા મળે છે. અહીંનું ઐતિહાસિક અને સુંદર લાઇટહાઉસ, નાળિયેરીના બગીચાઓ અને સ્વચ્છ લગૂન પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે.(AI Image)

સેન્ટ મેરી આઇલેન્ડ, કર્ણાટક: જો તમારે કંઈક અલગ જ પ્રકારનો સમુદ્રી નજારો જોવો હોય, તો કર્ણાટકનો સેન્ટ મેરી આઇલેન્ડ ચોક્કસ એક્સપ્લોર કરવો જોઈએ. અહીં પહોંચવા માટે માલપે બીચ પરથી બોટ લેવી પડે છે. આ જગ્યા ફોટોગ્રાફીના શોખીનો અને કુદરતની અનોખી કલાકારીને નજીકથી જોનારા લોકો માટે વિશેષ છે.(AI Image)
દિવાળી પછી ઘરમાં દેખાય આ 5 સંકેતો તો સમજી લેજો તમે છો અતિશય ભાગ્યશાળી, માતા લક્ષ્મી વરસાવી રહ્યા છે કૃપા !
