જાણો મોદી સરકારના આ મહિલા પ્રધાનોને, કયા કયા રાજયમાંથી કોને કોને અપાયું સ્થાન ?

Modi Cabinet : દેશમાં આજે 9 જૂનને 2024ની સાંજે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર બનશે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર શપથ લેશે. નરેન્દ્ર મોદી બાદ, મોદી મંત્રીમંડળના સભ્યો પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લેશે. મોદી મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓની સાથેસાથે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી જીતીને આવનાર મહિલા સાંસદોને મોદી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જાણો કોણ છે એ મહિલા મંત્રી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2024 | 2:23 PM
અન્નપૂર્ણા દેવી ઝારખંડના કોડરમા મતવિસ્તારના સાંસદ છે. તેઓ મોદી સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન હતા. અન્નપૂર્ણા દેવી 2019માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. બીજીવાર 2024માં પણ તેઓ જીત્યા. અન્નપૂર્ણા દેવીનો જન્મ 1970મા 2 ફેબ્રુઆરીના રોજ થયો હતો. ગત સરકારમાં સારા કામને લઈને તેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

1 / 6
અપના દળની અનુપ્રિયા પટેલ મિર્ઝાપુર બેઠકના સાંસદ છે. તેઓ 2016થી અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અનુપ્રિયાના પિતા સોનલાલ પટેલે ઉત્તરપ્રદેશમાં અપના દળ નામનો રાજકીય પક્ષ રચ્યો હતો. અનુપ્રિયા પટેલની રાજકીય સફર 2012માં ઉત્તરપ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય તરીકે થઈ હતી. તે 2014 અને 2019માં લોકસભામાં મિર્ઝાપુર બેઠક પરથી ચૂંટણી જીતી હતી. અને મોદી સરકારમાં રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ હતા. અનુપ્રિયાના પતિ આશિષ પટેલ, ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં  ટેકનિકલ શિક્ષણ મંત્રી છે.

2 / 6
કમલજીત સેહરાવત દિલ્લી પશ્ચિમ બેઠકના સાંસદ છે. 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં દિલ્હી પશ્ચિમ બેઠક પર, કમલજીતે આમ આદમી પાર્ટીના મહેબલ મિશ્રાને 1 લાખ 99 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. કમલજીતનો જન્મ 1972ની 29મી સપ્ટેમ્બરના રોજ થયો હતો. કમલજીત 2007માં નજફગઢ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષપદે રહ્યાં હતા. 2009થી 2014 સુધી દિલ્હી પ્રદેશના મંત્રીપદે રહીને પક્ષની કામગીરી સંભાળી હતી. 2014થી 2016 સુધી દિલ્હી ભાજપ મહિલા મોરચાના પ્રમુખપદે પણ રહી ચૂક્યા છે.

3 / 6
નીમુબહેન બાંભણિયા ગુજરાતની ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને હરાવીને સાંસદ બન્યા છે. નિમુબહેન 2010માં ભાવનગર મહાનગરપાલિકાના મેયર રહ ચૂક્યા છે. ભાવનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, ભાવનગર શહેર મહિલા મોરચાના પ્રમુખ, ગુજરાત ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પદે પણ કામગીરી કરી છે.

4 / 6
જાણો મોદી સરકારના આ મહિલા પ્રધાનોને, કયા કયા રાજયમાંથી કોને કોને અપાયું સ્થાન ?

5 / 6
મહારાષ્ટ્રના રાવેર મતવિસ્તારમાં રક્ષા ખડસે સતત ત્રીજીવાર લોકસભાની ચૂંટણી જીત્યા છે. 2024માં રક્ષા ખડસેનો મુકાબલો, શરદ પવાર જૂથના એનસીપીના ઉમેદવાર શ્રીરામ પાટીલ સામે હતો. શ્રીરામ પાટીલને રક્ષા ખડસેએ 2 લાખ 72 હજારથી વધુ મતોએ હરાવ્યા હતા. બહુ ઓછા લોકોને એ જાણકારી હશે કે રક્ષા ખસડે, ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસેની પુત્રવધુ છે. એકનાથ ખડસેના પુત્ર નિખિલ રાજકારણમાં હતા, પરંતુ એક અકસ્માતમાં નિખિલ ખડસેના મૃત્યુ પછી, રક્ષાએ તેમના રાજકીય વારસાને આગળ વધારવાનું કામ કર્યું. રક્ષા ખડસે કોથલી ગામના સરપંચ, જિલ્લા પરિષદમાં પણ જીતી ચૂક્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર

તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

g clip-path="url(#clip0_868_265)">