Kiwi Fruit Benefits And Side Effects: કીવી ખાવાથી ઘટે છે જીવલેણ બીમારીઓનું જોખમ, જાણો કીવી ખાવાના ફાયદા અને નુકસાન
કીવી ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર છે. કિવી ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કિવી ફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, વજન ઘટાડવામાં મદદ મળે છે અને તેનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

કીવીમાં વિટામિન K, વિટામિન C, વિટામિન E, પોટેશિયમ, ફાઈબર તેમજ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ કિવીનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ કીવી ખાવાના શું ફાયદા અને નુકસાન છે.

કિવીમાં વિટામિન સી અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જેના કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય ત્યારે કીવીનું સેવન ફાયદાકારક છે. કારણ કે તેમાં ફાઈબર મળી આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કીવીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કીવીમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચા પણ સુધરે છે.

કીવીમાં વિટામિન A અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે અને આંખો સ્વસ્થ રહે છે. કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

કીવીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કીવીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કીવી એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે.

જો તમને કીવીથી એલર્જી છે, તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો કિડનીને લગતી બીમારી હોય તો કીવીનું સેવન ટાળવું જોઈએ. કીવીનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે.