Katrina Kaif Wedding Photos: લગ્નના દિવસે આ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી કેટરિના કૈફ, આવી રીતે બહેનો સાથે કરી હતી એન્ટ્રી
વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંને હવે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી રહ્યાં છે.

સુપર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ 9મી ડિસેમ્બરે રાજસ્થાનમાં સાત ફેરા લીધા છે. વિકી અને કેટરીના હવે લગ્નની તસવીરો શેર કરી રહ્યાં છે. કેટરિનાએ આજે લગ્નના લહેંગામાં પોતાની તસવીરો શેર કરી છે.

આ લહેંગામાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે રેડ કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં પંજાબી ટચ આપવામાં આવ્યો હતો. કેટરીનાના વેડિંગ ડ્રેસને ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કર્યો છે.

કેટરીનાએ તેની બહેનો સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તેની બહેનો તેને ફૂલની ચાદરમાં લાવી રહી છે. કેટરીનાના ચહેરા પર સ્મિત છે.

આ તસવીરો શેર કરતા કેટરિનાએ લખ્યું, મોટા થતાની સાથે અમે બહેનો હંમેશા એકબીજાની રક્ષા કરીએ છીએ. આ મારી શક્તિના સ્તંભો છે અને અમે એકબીજાનો આધાર રાખીએ છીએ. કેટરીનાની આ પોસ્ટને થોડી જ મિનિટોમાં 10 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

કેટરીનાના ફોટા પર તેના સાળા સની કૌશલે કોમેન્ટ કરી છે. તેણે લખ્યું- આ ક્ષણે દરેકની આંખોમાં આંસુ હતા. તે જ સમયે, ચાહકોની નજર કેટરિના પરથી હટતી નથી.