IPL 2023: અમદાવાદમાં રમાનારી Qualifier 2ની ટિકિટ બુકિંગ શરુ, જાણો તેના સ્ટેપ્સ
IPL 2023 qualifier 2 Ahmedabad ticket booking: આઈપીએલની 16મી સિઝન હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્યારેે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ રમાશે. હજુ પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ નથી તે પહેલા કવોલિફાયર 2ની ટિકિટ બુકિંગ શરુ થયું છે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રોસેસ.

પ્લેઓફ અને ફાઈનલ 23 મે થી 28 મે, 2023ની વચ્ચે ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ 23 અને 24 મેના રોજ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનુક્રમે 26 અને 28 મેના રોજ ક્વોલિફાયર 2 અને IPL 2023ની ફાઈનલનું આયોજન કરશે.

IPL 2023ની બીજી કવોલિફાયર માટેની ટિકિટ Paytm Insider નામના ઓનલાઈન ટિકિટ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. “TATA IPL 2023 - Qualifier 2 | Ahmedabad" દર્શાવતા આઇકન પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરી શકશો.

કુલ પાંચ અલગ અલગ પ્રાઇસ કેટેગરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં 800, 1,000, 1500, 2000 અને 4,000 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.

તમારી સ્ક્રીનની જમણી બાજુએ "હવે ખરીદો" પર ક્લિક કરીને આગળ વધો. બજેટ અનુસાર કિંમતની શ્રેણીને અંતિમ સ્વરૂપ આપવું, ટિકિટોની સંખ્યા પસંદ કરવી, ટિકિટની ડિલિવરી માટે ઈ-મેલ સરનામું અને સરનામું પ્રદાન કરવું અને વ્યવહાર પૂર્ણ કરવા માટે ચુકવણી કરવી.

132,000 દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બીજીવાર IPL ફાઇનલનું આયોજન થશે. 2022ની સીઝનમાં આજ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જ્યારે 2022માં ફાઈનલ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર 2ની મેચ રમાઈ હતી.