Stocks Forecast 2025 : લાંબા ગાળે મોટો લાભ આપશે આ શેર ! જાણો એક્સપર્ટ શું કહી રહ્યા છે
ભારતમાં મોટાભાગના લોકો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત એવી કંપનીના શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કરી દેતા હોય છે. જેમાં તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે. ત્યારે અમે તમારા માટે કંપનીના શેરનું ફોરકાસ્ટ લઈને આવ્યા છીએ. જેમાં તમને 5 એવી કંપનીનું ફોરકાસ્ટ જણાવીશું. જેનાથી તમને ખ્યાલ આવે કે તે શેરમાં રોકાણ કરવાથી ફાયદો થશે કે નુકસાન.

Polycab India Ltdના ફોરકાસ્ટ ઉપરના ફોટામાં દર્શાવવામાં આવ્યો છે. આ ફોટામાં 1 વર્ષનું ફોરકાસ્ટ ગ્રાફના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે. આ કંપનીનું એનાલિસિસ 30 એક્સપર્ટે કરેલું છે. તે 1 વર્ષમાં LTના Max પ્રાઈઝ 9,200 થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે Min પ્રાઈઝ 5,970 થાય તેવી શક્યતા એક્સપર્ટે વ્યક્ત કરી છે.

Polycab India Ltd ફોરકાસ્ટમાં 18 Analystએ સ્ટ્રોંગ બાયનું જણાવ્યું છે. ત્યારે 3 Analystએ ખરીદી કરવાનું જણાવ્યું છે. તેમજ 7 Analystએ હોલ્ડ કરવા જણાવ્યું છે.

Aditya Birla Fashion & Retail Ltd ફોરકાસ્ટમાં કુલ 15 નિષ્ણાંતોએ વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 131 અને ન્યૂનતમ કિંમત 59 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

Aditya Birla Fashion & Retail Ltd ફોરકાસ્ટમાં 5 નિષ્ણાતે શેરની સ્ટ્રોંગ ખરીદી માટે કહ્યું છે. જ્યારે 4 નિષ્ણાતે શેર હોલ્ડ કરવામાં માટે જણાવ્યું છે. તેમજ 2 નિષ્ણાતે સ્ટ્રોંગ સેલ માટે જણાવ્યું છે.

આ ઉપરાંત Texmaco Rail & Engineering Ltdનું 2 નિષ્ણાતે વિશ્લેષણ કર્યું છે. 1 વર્ષમાં આ કંપનીના શેરનો મહત્તમ કિંમત 211 અને ન્યૂનતમ કિંમત 178 પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે.

Texmaco Rail & Engineering Ltdના પ્રિડિકશન કરતા 2 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા જણાવ્યું છે. આ કંપનીની કુલ માર્કેટ કેપિટલ 5,478 કરોડ રુપિયા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે.વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
