Bharuch : નિકોરા ગામે નર્મદા પટમાં દીપડાની લટાર, ગ્રામજનોમાં દહેશત – જુઓ Video
ભરૂચ જિલ્લાના નિકોરા ગામે નર્મદા નદીના પટ વિસ્તારમાં વન્ય જીવની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વાયરલ થયેલા વીડિયોમાં નદીના પટમાં એક મોટો વન્ય પ્રાણી ફરતું દેખાતા ગ્રામજનોમાં ચિંતા વધી ગઈ હતી.

વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વન વિભાગને નદીના પટ વિસ્તારમાં દીપડાના પંજાના સ્પષ્ટ નિશાન મળી આવ્યા હતા જેના આધારે વીડિયોમાં દેખાતું પ્રાણી દીપડો હોવાનું વન વિભાગે પુષ્ટિ કરી છે.
દીપડાની હાજરીને પગલે નિકોરા સહિત આસપાસના ગામોમાં સતર્કતા વધારવામાં આવી છે. આ સાથે જ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગની ટીમ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને દીપડાની હલચલ પર નજર રાખી રહી છે. ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી રહી છે ત્યારે શંકાસ્પદ હલચલ જણાય તો તરત વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.