India vs Pakistan Army Salary : પાકિસ્તાની સૈનિકોનો પગાર સાંભળીને તમે ચોંકી જશો… ભારતની સરખામણીમાં મોટો તફાવત ! જાણી લો
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. આ દરમિયાન, પાકિસ્તાનની સેના અને સૈનિકો સમાચારમાં છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ભારતની સરખામણીમાં પાકિસ્તાની સૈનિકોને કેટલો પગાર મળે છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે થઈ રહલી તણાવ પૂર્વકની વાતચીત બાદ અનેક તારક વિતર્ક સામે આવી રહ્યા છે. આ બાદ કેટલાક લોકો સંભવિત યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે હવે લોકો એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનના સૈનિકોનો પગાર કેટલો છે. જોકે અહીં આ અંગેની વિગત આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં એક સૈનિકને દર મહિને 20,000 થી 25,000 રૂપિયાનો ઇન-હેન્ડ પગાર મળે છે, જે અનુભવ મુજબ વધતો રહે છે. પાકિસ્તાનની વાત કરીએ તો, એક સામાન્ય સૈનિક અથવા લાન્સ નાયક (BPS 5-6) ને 18,000 થી 30,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ 5,500-9,000 INR) નો પગાર મળે છે. આ પગાર ભારતીય સેનાના સૈનિકના પગાર કરતા ઘણો ઓછો છે.

ભારતીય સેનાના લેફ્ટનન્ટ રેંકના અધિકારીઓની વાત કરીએ તો, તેમનો પ્રારંભિક માસિક પગાર ₹56,100 થી ₹1,77,500 સુધી હોય છે. આ ઉપરાંત, ઘર ભાડું, મેડિકલ અને રાશન જેવા ઘણા લાભો પણ ઉપલબ્ધ છે. બીજી તરફ, પાકિસ્તાન આર્મીના જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCO) ને BPS 7 હેઠળ 20,000 થી 40,000 પાકિસ્તાની રૂપિયા (આશરે 6,000-12,000 રૂપિયા) નો પગાર મળે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં કેપ્ટનનો પગાર 61,300 રૂપિયાથી 1,93,900 રૂપિયા પ્રતિ માસ સુધીનો હોય છે. તેમને ઉચ્ચ જોખમ ભથ્થાં અને સારી પેન્શન યોજનાઓ પણ મળે છે. તે જ સમયે, પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન (BPS 17) નો પગાર 50,000-90,000 PKR (લગભગ 15,000-27,000 INR) છે.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય સેનામાં મેજરને રહેવાની અને અન્ય વિવિધ સુવિધાઓ સહિત ₹69,400 થી ₹2,07,200 સુધીનો પગાર મળતો હોય છે. તે જ સમયે, પાકિસ્તાન આર્મીના મેજરને 60,000-1,00,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ 18,000-30,000 INR) નો પગાર મળે છે.

ભારતીય સેનામાં ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) ના પગારની વાત કરીએ તો, તેમને ખાસ સુવિધાઓ સાથે દર મહિને 2,50,000 રૂપિયાનો પગાર મળે છે. બીજી તરફ, પાકિસ્તાન આર્મી જનરલને 2,00,000 રૂપિયા (આશરે 60,000 રૂપિયા) પગારની સાથે વૈભવી ઘરો, કાર અને તબીબી સુવિધાઓ પણ મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા અને માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.) (All Image -Canva)
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે. સૈન્યના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

































































