આંખોને સ્વસ્થ રાખવી હોય તો આટલું કામ મૂંઝાયા વગર કરજો
આજના સમયમાં વધુ સ્ક્રીન ટાઈમ અને પોષક તત્વોની અછતથી આંખોને નુકસાન થઈ શકે છે. આ સિવાય ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ આંખોની જોવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે.

આંખોની વાત કરીએ તો, તે આપણા શરીરનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે અને ઉંમર વધતાં તેની જોવાની ક્ષમતા કે રોશની નબળી પડતી જાય છે. આ ઉપરાંત વધુ સ્ક્રીન ટાઈમ અને પોષક તત્વોની અછત પણ આંખોની તકલીફનું મુખ્ય કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે, આંખોને સ્વસ્થ રાખવા માટે કયા કયા આહાર ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ.

લીલા શાકભાજી: પાલક, મેથી અને બ્રોકોલી જેવા શાકભાજીમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે, જે આંખોને સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે.

બેરી: બ્લુબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આંખના કોષોને મજબૂત બનાવે છે અને આંખોમાં આવતી ઝાંખપને ઘટાડે છે.

માછલી: ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર માછલી આંખોની સુકાવાની સમસ્યાને દૂર કરે છે અને રેટિનાને સ્વસ્થ રાખે છે.

સૂર્યમુખીના બીજ: તેમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E હોય છે, જે આંખોની રોશની જાળવી રાખે છે અને મોતિયાનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

બદામ: બદામમાં વિટામિન E હોય છે, જે આંખના કોષોને નુકસાન થવાથી બચાવે છે. તદુપરાંત આંખોની જે વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે.

ઈંડા: ઈંડામાં વિટામિન એ, લ્યુટીન અને ઝીંક હોય છે, જે આંખના કોષોને મજબૂત બનાવે છે અને મોતિયાને આવતું અટકાવે છે.

ગાજર: ગાજરમાં બીટા-કેરોટીન હોય છે, જે શરીરમાં જઈને 'વિટામિન A'માં બદલાઈ જાય છે. આ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે તેમજ રાત્રિના સમયે જોવાની દ્રષ્ટિમાં પણ સુધાર લાવે છે.

તમે તમારી જીવનશૈલીમાં જો યોગ્ય આહાર લેવાનું શરૂ કરો છો, તો તમને આંખોને લગતી સમસ્યાથી રાહત મળે છે. બીજું કે, આવા હેલ્ધી આહારથી તમારી આંખો પણ સ્વસ્થ રહે છે. (Disclaimer: આ આર્ટિકલ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આથી, જો આંખને લગતી કોઈપણ તકલીફ હોય તો સૌથી પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.)
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. લાઈફસ્ટાઈલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
