ચણીયા ચોલી પહેર્યા વગર આવી રીતે બનાવો ગરબા લુક વાળા AI ફોટો, જાણો ટ્રિ્ક
નવરાત્રી દરમિયાન દરેક વ્યક્તિ રંગબેરંગી કપડાં, ગરબા-ઢોલ અને પંડાલોમાં પોતાના સુંદર ફોટા ક્લિક કરવા માંગે છે. પરંતુ હવે, આ સ્થળોની મુલાકાત લીધા વિના પણ, તમે ઘરેથી સરળતાથી એવા ફોટા બનાવી શકો છો જે તમે ત્યાં ગયા હોય તેવું લાગે.

નવરાત્રી દરમિયાન દરેક વ્યક્તિ રંગબેરંગી કપડાં, ગરબા-ઢોલ અને પંડાલોમાં પોતાના સુંદર ફોટા ક્લિક કરવા માંગે છે. પરંતુ હવે, આ સ્થળોની મુલાકાત લીધા વિના પણ, તમે ઘરેથી સરળતાથી એવા ફોટા બનાવી શકો છો જે તમે ત્યાં ગયા હોય તેવું લાગે. આ માટે તમારે ચણીયા ચોલી પર પહેરવાની જરુર નહીં પડે.

તમે આ Googleના AI ઇમેજ મોડેલ, Gemini Nano Banana સાથે કરી શકો છો. આ ટ્રેન્ડ નવરાત્રી અને દુર્ગા પૂજા માટે ખાસ છે, પછી ભલે તે સાડી હોય કે ચણીયા-ચોલી, ગરબા હોય કે પંડાલ. પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને, તમે લાઇટિંગ, બેકગ્રાઉન્ડ, કપડાંની ડિઝાઇન અને ઈમોશન્સ પણ દર્શાવી શકો છો. ત્યારે ચાલો જાણીએ આવી ઈમેજ બનાવવાના સરળ સ્ટેપ.

સ્ટેપ 1: Gemini એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા અપડેટ કરો. જો Gemini તમારા ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલ નથી, તો તેને Play Store અથવા App Store પરથી ડાઉનલોડ કરો.

સ્ટેપ 2: હાઈ-ક્વાલિટી વાળો તમારો ફોટો પસંદ કરો. તમારો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો હોવો જોઈએ. આ માટે ફોટો સેલ્ફી લીધેલો અથવા પોટ્રેટ હોવો જોઈએ.

સ્ટેપ 3:તમે અહીં આપેલા પ્રોમ્પ્ટને આ રીતે ઈગ્લિંશમાં જ એડ કરો:Create a 4K HD Garba dance scene… mid-twirl in a flowing ghaghra choli, Create a vintage Navratri poster, vibrant embroidered ghaghra retro textured background, Durga Puja saree look… red-white saree with gold jewellery, temple pandal backdrop.

સ્ટેપ 4: પ્રોમ્પ્ટમાં વિગતો શામેલ કરો: કપડાંનો રંગ, પેટર્ન, મિરર વર્ક, અથવા ભરતકામ શૈલી. બેકગ્રાઉન્ડ: પંડાલ, દીવા, ગરબા રાત્રી સજાવટ, મંદિર વગેરે. લાઇટિંગ અને ફિલ્ટર સેટિંગ્સ: golden-hour, retro film grain, softness, cinematiC વગેરે.

સ્ટેપ 5: પ્રોમ્પ્ટ સબમિટ કર્યા પછી, AI છબી જનરેટ કરશે. જો લોગિન જરૂરી હોય, તો તમારા Google એકાઉન્ટથી લોગિન કરો. ફોટો ડાઉનલોડ કરો અને તેને Instagram, WhatsApp અથવા Facebook પર શેર કરો. નોંધ કરો કે જો તમને ગોપનીયતાની ચિંતા હોય, તો ચહેરાની ઓળખ વોટરમાર્ક વગેરે શોધો.
iPhone ની બેટરી ક્યારે બદલવી જોઈએ? એક ક્લિકમાં કરી શકો છો ચેક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
