AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં પગમાં ખંજવાળ અને ઈન્ફેક્શનથી પરેશાન છો ? અપનાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો

ચોમાસામાં વરસાદમાં પલળવાની મજા તો બહુ આવે છે, પણ તેના કારણે પગમાં ઈન્ફેક્શન અને ખંજવાળની સમસ્યા પણ થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો ઘર બેઠા જ કેટલાક સરળ ઉપાયો કરીને રાહત મેળવી શકો છો.

| Updated on: Jul 21, 2026 | 6:36 PM
Share
વરસાદની ઋતુ દરેકને ગમે છે. એક તરફ જ્યાં વરસાદથી ગરમીમાં રાહત મળે છે, તો બીજી તરફ તે પોતાની સાથે ઈન્ફેક્શન પણ લઈને આવે છે. ચોમાસામાં જગ્યા-જગ્યાએ ભરાયેલા ગંદા પાણીમાં પલળવાથી પગમાં ખંજવાળ, લાલાશ (રેડનેસ) અને ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા થવી ખૂબ સામાન્ય છે.

1 / 6
પગમાં ભેજ અને પરસેવાના કારણે બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી પાંગરવા લાગે છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. જો તમે પણ વરસાદના પાણીના કારણે પગની ખંજવાળ અને ઈન્ફેક્શનથી પરેશાન છો, તો દવાઓની સાથે સાથે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

2 / 6
ઘરે પાછા ફરતાની સાથે જ સૌથી પહેલા તમારા પગને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક ટબમાં નવશેકું (હૂંફાળું) પાણી લો અને તેમાં થોડું સિંધવ મીઠું (સંચળ) ઉમેરો. તેમાં 10-15 મિનિટ માટે પગ બોળીને રાખો. મીઠાના એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચામાંથી ફંગસને ખતમ કરવામાં અને ખંજવાળ ઓછી કરવામાં મદદ કરે છે.

3 / 6
લીમડાને એન્ટી-ફંગલ અને એન્ટી-સેપ્ટિક માનવામાં આવે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી પગ ધુઓ. આ સિવાય, તમે ઈન્ફેક્શન વાળી જગ્યા પર નાળિયેરના તેલમાં લીમડાનું તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો. તેનાથી ખંજવાળ અને બળતરામાં તરત જ આરામ મળશે.

4 / 6
ફંગલ ઈન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે તમે 'Tea ટ્રી' ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. નાળિયેર તેલ અથવા બદામ તેલના થોડા ટીપાંમાં 2-3 ટીપાં 'Tea ટ્રી' ઓઈલ ઉમેરો અને રૂની મદદથી પ્રભાવિત જગ્યા પર લગાવો. આ ફંગસના ગ્રોથને રોકે છે. એક ટબમાં પાણી ભરી લો. ત્યારબાદ તેમાં સરખા પ્રમાણમાં પાણી અને એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને ટબમાં નાખો અને તેમાં 15 મિનિટ પગ રાખો. વિનેગરનો એસિડિક સ્વભાવ ફંગલ ઈન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે.

5 / 6
નાહ્યા પછી કે પગ ધોયા પછી આંગળીઓ વચ્ચેની જગ્યાને ટુવાલ વડે સારી રીતે સૂકવો, કારણ કે ભેજ એ ફંગસનું સૌથી મોટું કારણ છે. પગમાં ભેજ રોકવા માટે રોજિંદા ટેલ્કમ પાવડરની જગ્યાએ એન્ટી-ફંગલ પાવડરનો ઉપયોગ કરો. વરસાદના દિવસોમાં બંધ શૂઝ કે ભીના મોજાં પહેરવાનું ટાળો. એવા શૂઝ કે સ્લીપર પહેરો, જેમાંથી હવાની અવાર-જવર જળવાઈ રહે. જો મોજાં વરસાદમાં ભીના થઈ જાય, તો તેને તરત જ ઉતારી દો અને સાફ તથા સૂકા મોજાં જ પહેરો.

6 / 6

જમતી વખતે ‘પાણી’ પીવાની ટેવ છે ? તો જાણી લો તેનાથી શરીરને થતા આ ‘નુકસાન’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">