Veg Breakfast : સવારના નાસ્તામાં સામેલ કરો આ 7 પૌષ્ટિક વાનગીઓ, આખો દિવસ રહેશો એનર્જેટિક
સવારનો નાસ્તો હંમેશા હેલ્ધી અને પૌષ્ટિક હોવો જોઈએ. જો તમે વેજિટેરિયન ડાયટ ફોલો કરતા હોવ, તો નાસ્તામાં એવા વિકલ્પો સામેલ કરો, જેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળી રહે. તો ચાલો જાણીએ આવા કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો કયા છે.

તમે તમારા દિવસની શરૂઆત પનીર ભુર્જી અને મલ્ટિગ્રેન રોટલી સાથે કરી શકો છો. પનીરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

જો તમે વેગન ડાયટ ફોલો કરો છો, તો મગની દાળનો ચીલો તમારા નાસ્તામાં સામેલ કરી શકાય છે. તેમાંથી પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન મળી શકે છે. સાથે જ માં ફાઇબર હોવાથી પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

બેસન અને પનીરનું કોમ્બિનેશન પ્રોટીનથી ભરપૂર હોય છે. તે લાંબા સમય સુધી ઊર્જા જાળવવામાં મદદ કરી શકે છે. બ્લડ શુગરને સ્થિર રાખવામાં પણ મદદરૂપ છે. (Image Source | iStock)

જો તમને ચીલો ખાવાનું પસંદ ન હોય તો દિવસની શરૂઆત સ્પ્રાઉટેડ ચણા અને મગફળીની ચાટથી કરી શકો છો. તેમાં મગફળી ઉમેરવાથી હેલ્ધી ફેટ અને પ્રોટીનનું પ્રમાણ વધે છે. જે દિવસભર એનર્જી જાળવવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

પૌંઆમાં શાકભાજી, મગફળી અને લીલા વટાણા ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. તે હળવો અને સરળતાથી પચી જાય એવો નાસ્તો બની શકે છે. (Image Source | iStock)

ઓટ્સમાં ગાજર, વટાણા, કેપ્સિકમ અને અન્ય શાકભાજી ઉમેરીને પૌષ્ટિક ઉપમા બનાવી શકાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારવા માટે શાકભાજીનો સારો ઉપયોગ કરી શકાય છે. (Image Source | iStock)

ઇડલી સાથે સાંભાર લેવાથી નાસ્તામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબરનો સારો સમન્વય મળી શકે છે. સાથે શાકભાજીનું સાંભાર નાસ્તાને વધુ પૌષ્ટિક બનાવી શકે છે. (Image Source | iStock)
આ પણ વાંચો, વુડન, મેટલ કે પથ્થર… ઘરની બહાર કયા મટિરિયલની નેમપ્લેટ રાખવી માનવામાં આવે છે શુભ?
