AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલ રસોડામાંથી પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક મળ્યો

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રસોડામાંથી આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક ઝડપી પાડ્યો છે. વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે અને વારંવાર બીમાર પડવાની ફરિયાદ કરી છે.

Breaking News : વડોદરા એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલ રસોડામાંથી પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક મળ્યો
| Updated on: Sep 14, 2026 | 10:29 PM
Share

ગુજરાત રાજ્યમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના મુદ્દે ચાલી રહેલા અભિયાન અંતર્ગત વડોદરાની પ્રતિષ્ઠિત એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ, કે.જી. હોલના રસોડામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન ચોંકાવનારી અને ગંભીર બાબતો સામે આવી છે, જેમાં પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને મોટા પ્રમાણમાં વાસી, બિનઆરોગ્યપ્રદ ખોરાક મળી આવ્યો હતો. આ ઘટનાએ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને ભોજનની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસોડાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફ્રીજમાં રાખેલા વાસી નુડલ્સ, રાંધેલો ભાત અને રોટલી બનાવવા માટેના દીવાલને અડાડીને રાખેલા લોટના લુઆ મળી આવ્યા હતા. આ તમામ વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ એનાલોગ ચીઝના પેકેટ્સ પણ રસોડામાંથી મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે વિદ્યાર્થીનીઓના ભોજનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો હતો.

અમે માત્ર કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ જ ખાઈએ છીએ

વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો કરી છે. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, “જ્યારથી હું અહીં હોસ્ટેલમાં આવી છું, ત્યારથી મારે હેલ્થકેર સેન્ટરના ઘણા ચક્કર કાપવા પડે છે. આ બધું અહીંના ભોજનને કારણે છે. અમને અહીં પ્રોપર હેલ્થી ફૂડ મળતું નથી. અમારા ભોજનમાં પ્રોટીનનો કોઈ સ્ત્રોત નથી. અમે માત્ર કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ જ ખાઈએ છીએ, જેના કારણે અમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.” આ નિવેદન હોસ્ટેલના ભોજનની દયનીય સ્થિતિ અને વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસરોને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.

ફૂડ સેફ્ટી અધિકારી રૂબીનાબેને તપાસ બાદ જણાવ્યું હતું કે, રસોડામાં બેઝિક હાઈજીનનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. કિચનનું સ્ટ્રક્ચર અને સામાન્ય સ્વચ્છતાની બાબતોમાં પણ તેઓ ખૂબ જ પાછળ હતા. પ્રતિબંધિત એનાલોગ ચીઝ મળી આવતા, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટરિંગ સેવા પૂરી પાડતી “રૂચિકા કેટરિંગ” ના વિલાસભાઈને આ અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં ઉપલબ્ધ સ્ટાફ પાસે ચીઝ ખરીદ્યાના કોઈ બિલ કે પુરાવા મળી આવ્યા નથી. પૂછપરછ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઘટના સુરતમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં શરૂ કરાયેલી વ્યાપક તપાસનો એક ભાગ છે. વડોદરામાં હાલમાં ચાર ટીમો અલગ અલગ વિસ્તારોમાં આવા નિરીક્ષણ કરી રહી છે. એમ.એસ. યુનિવર્સિટીને ભલે વિશ્વ વિખ્યાતનો દરજ્જો મળ્યો હોય, પરંતુ વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને ખાસ કરીને ભોજનની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મેસનું સંચાલન કરતી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવાશે.

રોબોટિક સર્જરી નોર્મલ સર્જરીથી કેવી રીતે અલગ છે? ડૉક્ટરે સમજાવ્યું

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
g clip-path="url(#clip0_868_265)">