AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માણસ ઊંઘ્યા વગર કેટલા દિવસ જીવતો રહી શકે? 24 કલાકથી લઈને 11 દિવસ સુધી ન ઊંઘો તો શરીર પર શું અસર થાય?

શું તમે જાણો છો કે, માણસનું શરીર આહાર અને પાણી વગર તો થોડા દિવસ ટકી શકે છે પણ ઊંઘ વગર રહેવું લગભગ અશક્ય છે? હવે સવાલ એ થાય કે, આખરે એક માણસ સળંગ કેટલા દિવસ સુધી જાગતો રહી શકે? જો કોઈ વ્યક્તિ 3, 5 કે 7 દિવસ સુધી ન ઊંઘે તો તેના શરીર પર શું અસર થાય? શું ઊંઘ ન આવવાથી માણસનું મોત પણ થઈ શકે?

| Updated on: Sep 13, 2026 | 3:43 PM
Share
માણસનું શરીર આહાર અને પાણી વગર તો કેટલાક દિવસો સુધી જીવતું રહી શકે છે પરંતુ ઊંઘ વગર ખૂબ લાંબા સમય સુધી ટકી રહેવું અશક્ય જેવું છે. ઊંઘ એ આપણા શરીર અને મગજને આરામ આપવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો છે. એવામાં જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે જ આપણું મગજ આખા દિવસની માહિતીને વ્યવસ્થિત કરે છે, શરીરના કોષોનું સમારકામ થાય છે અને થાક દૂર થાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, આખરે ઊંઘ્યા વગર માણસ કેટલા દિવસ સુધી જીવતો રહી શકે છે અને ક્યારે તેની આ લિમિટ પૂરી થઈ જાય છે?

1 / 7
ઊંઘ ન લેવાનો સૌથી પ્રખ્યાત કિસ્સો અમેરિકાના રેન્ડી ગાર્ડનરનો છે. વર્ષ 1964 માં માત્ર 17 વર્ષના રેન્ડી ગાર્ડનરે એક શાળાના પ્રયોગ હેઠળ સતત 11 દિવસ એટલે કે લગભગ 264 કલાક સુધી જાગતા રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2 / 7
આટલા દિવસો સુધી જાગતા રહેવાના કારણે તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. તેમને વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ થવા લાગી હતી અને બોલતી વખતે શબ્દો ભૂલી જવા જેવી સમસ્યાઓ પણ સામે આવી હતી. નવાઈની વાત એ છે કે, થોડા દિવસ આરામ કર્યા પછી તેમનું શરીર ધીમે ધીમે સામાન્ય થઈ ગયું હતું. ઊંઘ ન લેવાની અસર ધીમે ધીમે શરીર પર દેખાવા લાગે છે.

3 / 7
જો કોઈ વ્યક્તિ 24 કલાક સુધી ન ઊંઘે, તો તેનો સ્વભાવ ચીડિયા થઈ જાય છે અને ઝડપથી ગુસ્સો આવવા લાગે છે. બે દિવસ ઊંઘ્યા વગર રહેવાથી યાદશક્તિ નબળી પડવા લાગે છે અને નાની નાની વાતો પણ ભૂલાવા લાગે છે. ત્રણ દિવસ પછી જીવ ગભરાવો, હાથ ધ્રૂજવા અને આંખો સામે વસ્તુઓ ધૂંધળી દેખાવા જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આનાથી પણ વધુ દિવસો સુધી ઊંઘ્યા વગર રહેવાથી માણસ માટે અસલી અને સ્વપ્ન જેવી વસ્તુઓ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. ટૂંકમાં તેને ઊંઘ્યા વગર જ સ્વપ્ન જેવો અહેસાસ થવા લાગે છે, જેને ડોક્ટરો હેલ્યુસિનેશન (ભ્રમ) કહે છે.

4 / 7
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, 7 થી 11 દિવસ સુધી ઊંઘ્યા વગર રહેવું એ કોઈ પણ સામાન્ય માણસના શરીરની છેલ્લી લિમિટ હોય છે. આ પછી શરીરના અંગો કામ કરવાનું બંધ કરવા લાગે છે. તબીબી વિજ્ઞાનમાં એક અત્યંત દુર્લભ જેનિટિક (આનુવંશિક) બીમારી છે, જેને ફેઇટલ ફેમિલીયલ ઇન્સોમ્નિયા કહેવાય છે.

5 / 7
આ બીમારીમાં માણસની ઊંઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે અને સતત કેટલાય મહિનાઓ સુધી ન ઊંઘી શકવાના કારણે દર્દીના અંગો ફેલ થવાથી તેનું મૃત્યુ થઈ જાય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે ઊંઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જવી શક્ય નથી પરંતુ ઓછી ઊંઘ લેવી એ આજકાલની એક મોટી સમસ્યા બની ગયું છે. સતત ઓછું ઊંઘવાથી થાક, ધ્યાન ન લાગવું, યાદશક્તિ નબળી પડવી અને ચીડિયાપણું જેવી તકલીફો સામાન્ય બની જાય છે.

6 / 7
ડોક્ટરો માને છે કે, દરેક ઉંમરના લોકોએ પોતાની જરૂરિયાત મુજબ પૂરી ઊંઘ લેવી જરૂરી છે, કારણ કે ઊંઘ એ શરીરની એ મૂળભૂત જરૂરિયાતમાં જોડાયેલ છે, જેના વગર મગજ અને શરીર બંનેનું યોગ્ય રીતે કામ કરવું મુશ્કેલ બની જાય છે.

7 / 7
આ લેખ માત્ર માહિતી અને જાગરૂકતાના હેતુથી તૈયાર કરવામાં આવેલ છે. આ કોઈ તબીબી સલાહ (Medical Advice) કે નિદાનનો વિકલ્પ નથી. ઊંઘ અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા માટે હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી.

ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ 3 દિવસમાં થશે ‘ગાયબ’, બસ રસોડામાં રહેલી આ 1 વસ્તુ લગાવવાનું શરૂ કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">