AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના કયા મંદિરોમાં પ્રસાદ તરીકે ચઢે છે ‘નોનવેજ’? દેવી-દેવતાઓને કેમ ધરાવાય છે ‘ચિકન અને મટનનો ભોગ’?

સામાન્ય રીતે આપણે મંદિરોમાં ફળ, મીઠાઈ કે પંજીરીનો પ્રસાદ જોતા હોઈએ છીએ. હવે આ બધા વચ્ચે શું તમે જાણો છો કે, આપણા જ દેશમાં કેટલાક એવા પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિરો પણ છે કે, જ્યાં ભગવાનને નોનવેજ એટલે કે માંસાહારી ભોગ ચઢાવવાની સદીઓ જૂની પરંપરા છે? આ મંદિરોમાં બલી ચઢાવ્યા બાદ અથવા વિશેષ પૂજા પછી ચિકન, મટન કે માછલીનો ભોગ દેવી-દેવતાઓને અર્પણ કરાય છે અને ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.

| Updated on: Sep 18, 2026 | 12:02 PM
Share
પશ્ચિમ બંગાળમાં આ દિવસોમાં દુર્ગા પૂજા પહેલા ખાનપાન અને ધાર્મિક પરંપરાઓને લઈને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બંગાળી હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓ દુર્ગા પૂજા દરમિયાન નોનવેજથી દૂરી બનાવે.

1 / 7
આ નિવેદન પર વિવાદ ત્યારે વધુ વધી ગયો, જ્યારે પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારી કૌશિકી અમાસના પ્રસંગે કોલકાતાના પ્રસિદ્ધ કાલીઘાટ મંદિર પહોંચ્યા અને ત્યાં જમીન પર બેસીને પરંપરાગત માછલીનો ભોગ ગ્રહણ કર્યો.

2 / 7
શુભેન્દુ અધિકારી અને BJP તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, બંગાળની સદીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન થવું જોઈએ. આ રાજકીય અને ધાર્મિક ગરમાગરમી વચ્ચે દેશના એવા મંદિરોના નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, જ્યાં ભગવાનને પ્રસાદ તરીકે નોનવેજ ચઢાવવામાં આવે છે.

3 / 7
પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં સ્થિત કાલીઘાટ કાલી મંદિર પણ દેશના મશહૂર શક્તિપીઠોમાં જોડાયેલ છે. અહીં મા કાલીને પ્રસન્ન કરવા માટે બકરાની બલિ આપવાની પરંપરા ખૂબ જૂની છે. મંદિર પરિસરમાં જ બલિ માટે અલગ જગ્યા બનેલી છે. બલિ આપ્યા પછી બકરાના માસને રાંધીને દેવીને ભોગ લગાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જો કે, આજકાલ ઘણા ભક્તો બલિની જગ્યાએ પ્રતીકાત્મક રીતે નારિયેળ કે કોળું ચઢાવવાનું પણ પસંદ કરે છે. મળતી માહિતી મુજબ, માસનો ભોગ લગાવવાની પરંપરા આજે પણ ચાલી આવે છે.

4 / 7
અસમના ગુવાહાટીમાં સ્થિત મા કામાખ્યા મંદિર દેશના પ્રમુખ શક્તિપીઠોમાં ગણાય છે. આ મંદિર તંત્ર સાધના માટે પણ ખૂબ મશહૂર છે. અહીં દર વર્ષે યોજાતા અંબુબાચી મેળા દરમિયાન અને સામાન્ય દિવસોમાં પણ બકરા તેમજ કબૂતર જેવા પશુઓની બલિ આપવાની પરંપરા છે. દુર્ગા પૂજાના પ્રસંગે પાડા (ભેંસ) અને બતકની બલિ પણ આપવામાં આવે છે. બલિ આપ્યા પછી માસને દેવીનો ભોગ માનીને શ્રદ્ધાળુઓમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. જો કે, નરબલિ જેવી જૂની પ્રથાઓ હવે સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે પરંતુ પશુ બલિની પરંપરા આજે પણ ચાલુ છે.

5 / 7
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત તારાપીઠ મંદિર મા તારાને સમર્પિત છે અને તે તંત્ર સાધનાના પ્રમુખ કેન્દ્રોમાંથી એક માનવામાં આવે છે. અહીં પણ મા તારાને પ્રસન્ન કરવા માટે બકરાની બલિ આપવાની પરંપરા છે. સ્મશાન નજીક વસેલું આ મંદિર સાધુ-સંતો અને તાંત્રિકો વચ્ચે ખાસ મહત્વ ધરાવે છે. બલિ આપ્યા પછી માસને દેવીનો પ્રસાદ માનીને વહેંચવામાં આવે છે, જ્યારે મંદિર પરિસરમાં સમયે-સમયે મોટાપાયે અન્નદાનનું આયોજન પણ થાય છે.

6 / 7
નોનવેજ પ્રસાદની પરંપરા માત્ર પૂર્વ ભારત પૂરતી સીમિત નથી. કેરળના ઉત્તરીય ભાગમાં એક ભદ્રકાલી મંદિર છે, જેને ઉત્તર કેરળના તમામ ભદ્રકાલી મંદિરોનું મૂળ કેન્દ્ર માનવામાં આવે છે. અહીં પહેલા પશુ બલિની પરંપરા હતી પરંતુ કાયદા હેઠળ બલિ પર રોક લાગ્યા બાદ હવે મંદિરમાં દરરોજ દેવીને ચિકન એટલે કે મરઘાનો ભોગ લગાવવામાં આવે છે.

7 / 7

ગણેશ ચતુર્થી પર વિદ્યાર્થીઓ કરે આ 3 મંત્રના જાપ, શિક્ષણ ક્ષેત્રે મેળવી શકે મોટી સફળતા !

Follow Us
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

g clip-path="url(#clip0_868_265)">