AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: રીલ બનાવવાના ચક્કરમાં નદીમાં ઉતારી દીધી SUV, આગળ જે થયું તે જોઈને હોશ ઊડી જશે

સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં લોકો ઘણીવાર પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં એક કારચાલકે પોતાની એસયુવી કારને ધસમસતા નદીના પાણીમાં ઉતારી દીધી હતી. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે, કાર નદીની વચ્ચે જ ફસાઈ ગઈ અને તેમાં સવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા.

Trending Video: રીલ બનાવવાના ચક્કરમાં નદીમાં ઉતારી દીધી SUV, આગળ જે થયું તે જોઈને હોશ ઊડી જશે
Image Credit source: AI Generated
| Updated on: Sep 14, 2026 | 8:20 PM
Share

સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં લોકો ઘણીવાર એવા પગલાં ભરી લે છે, જેની કિંમત તેમનો જીવ આપીને પણ ચૂકવવી પડી શકે છે. જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાંથી સામે આવેલો આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહીં કેટલાક યુવકોએ રીલ બનાવવાના ચક્કરમાં પોતાની SUV ને સિંધ નદીમાં ઉતારી દીધી. આ પછી કાર નદીની વચ્ચે ફસાઈ ગઈ અને તેમાં રહેલા લોકો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા.

રીલના ચક્કરમાં નદીમાં ઉતારી SUV

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિન્દ્રા સ્કોર્પિયો નદીના પાણીમાં ફસાયેલી છે. આસપાસ પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી દેખાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના હોટેલ સિંધ રિસોર્ટ્સ પાસે બની હતી. એવું પણ સામે આવ્યું છે કે, યુવકો સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે SUV ને નદીના પટમાં ઉતારી દીધી. એવામાં કદાચ તેમને અંદાજ નહોતો કે, પાણીનું વહેણ એટલું ઝડપી હશે કે તેમની ગાડી ત્યાં જ ફસાઈ જશે. થોડી જ વારમાં સ્થિતિ ગંભીર બની ગઈ. કાર નદીની વચ્ચે ફસાઈ ગઈ અને તેમાં સવાર લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું. આ પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ્યો ‘જીવ’

માહિતી મળતા જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૌએ મળીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું અને કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા. રાહતની વાત એ રહી કે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી. બાદમાં SUV ને પણ નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી.

વીડિયો જોઈને લોકો ભડક્યા

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો હતો. ઘણા યુઝર્સે યુવકોના આ કૃત્યને અત્યંત બેદરકારીભર્યું ગણાવ્યું હતું. લોકોનું કહેવું છે કે, કેટલીક સેકન્ડની રીલ અને થોડી લાઈક્સ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો બિલકુલ યોગ્ય નથી.

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “SUV વાળા પાસે મગજ હોવું અશક્ય છે.” બીજા એક યુઝરે કહ્યું કે, વધારે પૈસા આવવાની સાથે લોકોની અક્કલ ઊડી જાય છે. કેટલાક લોકોએ તો યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

બાપ્પા માટે સ્પેશિયલ ભોગ… રૂ. 20,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે આ ‘ગોલ્ડન મોદક’

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">