AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી, ભાઈજીપુરા બ્રિજ નીચે પાણી ભરાતા વાહનલાકો અટવાયા- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી, ભાઈજીપુરા બ્રિજ નીચે પાણી ભરાતા વાહનલાકો અટવાયા- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2026 | 8:29 PM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાંથી વરસાદી પાણી ભરાવાથી હાલાકીની દૃશ્યો સામે આવી રહ્યા છે. જેમા રાજ્યનું પાટનગર પણ બાકાત નથી. પાટનગર ગાંધીનગરમાં ભાઈજીપુરા બ્રિજ નીચે પાણી ભરાવાથી સેંકડો વાહનચાલકો અટવાયા હતા અને હાલાકીમાં મુકાયા હતા.

લાંબા વિરામ બાદ રાજ્યમાં જાણે ચોમાસાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો કે વરસાદની સાથે સાથે ઠેકઠેકાણે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે. જેમા રાજ્યના પાટનગરમાંથી પણ આવા જ હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. ગાંધીનગરના ભાઈજીપુરા બ્રિજ નીચે પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી જતા લોકો ભારે કફોડી સ્થિતિમાં મુકાયા હતા.

આ તકે સ્થાનિકોનો આક્ષેપ છે કે રાજ્યના પાટનગરમાં પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ગટર લાઈનના પાણીના નિકાલનો કોઈ યોગ્ય રસ્તો નથી. પાણી ભરાવાથી સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તા પર વરસાદી પાણીની સાથે ગટરના ગંદા પાણી આવી જતા વાહનચાલકો આવા ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા.

આ માત્ર એક શહેરની સ્થિતિ નથી રાજ્યના તમામ મહાનગરોમાં થોડો વરસાદ વરસતા જ રસ્તાઓએ જાણે જળસમાધિ લીધી હોય તેમ જળબંબાકાર થઈ જાય છે અને નિર્લજ્જ તંત્ર નાગરિકોને ભગવાન ભરોસે હાલાકી સહન કરવા માટે મુકી દે છે. મસમોટા ટેક્સ વસુલતુ તંત્ર પાણીનો નિકાલ કરી શક્તુ નથી અને પ્રિમોન્સુન કામગીરીના નામે હજારો કરોડોનો દર વર્ષે ભ્રષ્ટાચાર કરી નાખે છે.

Input Credit- Himanshu Patel- Gandhinagar

અમદાવાદ શહેરમાં વરસાદ રહી ગયાના બે કલાક બાદ પણ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ, પાણી ન ઓસરતા મનપાની કામગીરી સામે સવાલ- Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">