AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનાનું મોટાપાયે ઉત્પાદન કરવાની તૈયારી, ‘ભારતીય કંપની’ એ વિદેશી ધરતી પર ઊભી કરી પોતાની ‘ગોલ્ડ માઇન’

ભારતીય માઇનિંગ ક્ષેત્રે એક મોટો ઇતિહાસ રચાયો છે. વિદેશની ધરતી પર સોનાનું ઉત્ખનન કરીને તેને પ્રોડક્શન ફેઝ સુધી પહોંચાડનારી દેશની એક લિસ્ટેડ કંપનીએ સફળતા મેળવી છે. વિદેશમાં ગોલ્ડ પ્રોસેસિંગ પ્લાન્ટનું કામકાજ શરૂ કરીને કંપનીએ મોટાપાયે સોનાનું ઉત્પાદન કરવાની તૈયારીઓ કરી લીધી છે.

| Updated on: Sep 14, 2026 | 7:09 PM
Share
બેંગલુરુની ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડે કિર્ગિઝસ્તાન (Kyrgyzstan) માં પોતાના ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટને પ્રોડક્શન ફેઝ સુધી પહોંચાડી દીધો છે. એવામાં કંપનીના જણાવ્યા અનુસાર, તે કિર્ગિઝસ્તાનમાં ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટને એક્સપ્લોરેશન અને ડેવલપમેન્ટથી આગળ વધારીને પ્રોડક્શન સુધી લઈ જનારી પહેલી ભારતીય કંપની બની ગઈ છે.

1 / 7
કિર્ગિઝ રિપબ્લિકના રાષ્ટ્રપતિ સદિર એન જપારોવે (Sadyr N Japarov) શનિવારે એક ઓનલાઇન સમારોહ દ્વારા અલ્તિન ટોર ગોલ્ડ પ્રોજેક્ટ (Altyn Tor Gold Project) માં ગોલ્ડ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટનું સંચાલન ડેક્કન ગોલ્ડની કિર્ગિઝસ્તાનમાં આવેલી સબ્સિડિયરી એવેલમ પાર્ટનર એલએલસી (Avelum Partner LLC) કરે છે.

2 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રોજેક્ટ કિર્ગિઝસ્તાનના મધ્યમાં આવેલા નરીન સેક્ટરમાં સ્થિત છે. અલ્તિન ટોર, ખનિજ સંપત્તિથી ભરપૂર સોલ્ટન સારી ઝોનનો ભાગ છે. આ ઝોન 300 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે અને તિએન શાન શિયર ઝોનનો હિસ્સો છે, જે સોનાના ભંડાર માટે જાણીતો છે.

3 / 7
કંપનીએ જણાવ્યું કે, તેણે ઓગસ્ટમાં પહેલીવાર ગોલ્ડ ડોરેનું ઉત્પાદન કર્યું છે. ત્યારબાદ હવે કંપની પ્રોજેક્ટમાં મોટા પાયે પ્રોડક્શન શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે. આ અંતર્ગત લીચ સર્કિટ અને ટેલિંગ્સ ફેસિલિટીને પૂર્ણ કરીને ચાલુ કરવી, માઇન પ્લાનિંગમાં ફેરફાર અને વધારાની રિસોર્સ ડ્રિલિંગ જેવા કામો કરવામાં આવી રહ્યા છે.

4 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેક્કન ગોલ્ડ માઇન્સના મેનેજિંગ ડિરેક્ટર હનુમા પ્રસાદ મોડાલીએ આને કંપની અને ભારતીય માઇનિંગ સેક્ટર માટે મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, વિદેશમાં કોઈ પ્રોજેક્ટને એક્સપ્લોરેશનથી ઉત્પાદન સુધી લઈ જવા માટે મૂડી, ક્ષમતા, સતત પ્રયાસો અને સ્થાનિક સરકાર, લોકો તેમજ ભાગીદારોનો વિશ્વાસ જરૂરી હોય છે.

5 / 7
કંપની હવે માત્ર સોના સુધી સીમિત રહેવા માગતી નથી. તેના પોર્ટફોલિયોમાં છત્તીસગઢમાં નિકલ-તાંબુ-પ્લેટિનમ ગ્રુપ એલિમેન્ટ્સ, સ્પેનમાં ટંગસ્ટન અને ટિન, જ્યારે મોઝામ્બિકમાં લિથિયમ અને ટેન્ટલમની એસેટ્સ પણ છે.

6 / 7
વર્ષ 2003માં શરૂ થયેલી ડેક્કન ગોલ્ડ માઇન્સની ઓફિસ બેંગલુરુના એચએસઆર લેઆઉટમાં છે. કંપની BSE પર લિસ્ટેડ છે અને પોતાને ભારતની પહેલી લિસ્ટેડ ગોલ્ડ તેમજ ક્રિટિકલ મિનરલ્સ રિસોર્સ કંપની બતાવે છે.

7 / 7

Breaking News: દાગીના ખરીદવાનું ભૂલી જાવ! Gold ETF બની રહી છે લોકોની પહેલી પસંદ, 8 મહિનામાં જ આખા વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Follow Us
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન

દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ

રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'

અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી

નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી

અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ

g clip-path="url(#clip0_868_265)">