AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ક્યારેય નહીં જોયું હોય બાપ્પાનું આવું ‘દિવ્ય રૂપ’, 1 કરોડ લાલ બંગડીઓથી તૈયાર થઈ ‘વિરાટ મૂર્તિ’

ગણેશ ઉત્સવ આવતા જ દેશભરમાં ભવ્ય અને અનોખા પંડાળોની ધૂમ મચી ગઈ છે. આ વખતે એક એવા ગણપતિ બાપ્પાની મૂર્તિ સામે આવી છે કે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચી લીધું છે. વાત એમ છે કે, 1 કરોડથી પણ વધુ લાલ કાચની બંગડીઓથી તૈયાર કરાયેલા 'શ્રી દિવ્ય કંકણ અલંકાર મહા ગણપતિ' નો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Trending Video: ક્યારેય નહીં જોયું હોય બાપ્પાનું આવું 'દિવ્ય રૂપ', 1 કરોડ લાલ બંગડીઓથી તૈયાર થઈ 'વિરાટ મૂર્તિ'
Image Credit source: AI Generated
| Updated on: Sep 14, 2026 | 6:21 PM
Share

ગણેશ ઉત્સવના આગમન સાથે જ સમગ્ર દેશમાં અનોખા અને ભવ્ય પંડાળોની ધૂમ મચી ગઈ છે. એવામાં આ વખતે આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ સ્થિત ગાજુવાકામાં સ્થાપિત ગણેશ પ્રતિમાએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.

અહીં બપ્પાનું ‘શ્રી દિવ્ય કંકણ અલંકાર મહા ગણપતિ’ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ વિશાળ પ્રતિમાને 1 કરોડથી પણ વધુ કાચની બંગડીઓથી સજાવવામાં આવી છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

1 કરોડ લાલ બંગડીઓ અને અદ્ભુત કારીગરી

ઇન્સ્ટાગ્રામ પર wander_vizag દ્વારા શેર કરવામાં આવેલો મેકિંગ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભક્તિ અને અનોખી કારીગરીનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ વિરાટ મૂર્તિની સજાવટ માટે લાલ રંગની કાચની બંગડીઓ ખાસ કરીને ઉત્તર પ્રદેશથી મંગાવવામાં આવી છે, જ્યારે નિર્માણ અને સજાવટનું કામ ચીરાલાના કુશળ કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે.

પર્યાવરણને અનુકૂળ લાકડું, વાંસ-બેંત (Bamboo and Cane) અને ઈકો-ફ્રેન્ડલી બેઝ પર તૈયાર કરાયેલી આ પ્રતિમાને ભવ્ય રૂપ આપવા માટે દિવસ-રાત મહેનત કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ડઝનબંધ મહિલાઓ એકસાથે બેસીને લાલ બંગડીઓને પાઇપોમાં પરોવી રહી છે. ત્યારબાદ આ પાઇપોની લાંબી-લાંબી લડીઓને બપ્પાના ચરણો, હાથો અને સમગ્ર શરીર પર બારીકાઈથી લપેટવામાં આવી રહી છે.

ઊંચાઈ પર ઊભેલા કારીગરો સુધી આ બંગડીઓની લડીઓને પહોંચાડવી એ સરળ કામ નહોતું પરંતુ સ્થાનિક લોકો અને મહિલા સ્વયંસેવકોએ તેને અત્યંત લગન અને ભક્તિભાવથી પૂરું કર્યું.

ગાજુવાકામાં ‘અનોખો પ્રયોગ’

ગાજુવાકામાં દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસરે અનોખા પ્રયોગો કરવામાં આવે છે. આ પહેલાં વર્ષ 2025 માં અહીં 1 લાખ સુતરાઉ અને રેશમી સાડીઓથી 89 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા સજાવવામાં આવી હતી.

આ વખતે ‘સૌભાગ્ય’ અને ‘પારંપરિક સંસ્કૃતિ’ ની પ્રતીક ગણાતી લાલ બંગડીઓનો ઉપયોગ કરીને આ પાવન પર્વને વધુ ખાસ બનાવી દેવામાં આવ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને લોકો દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

Breaking News: અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા, ચોરોએ જતાં જતાં છોડી ‘અનોખી ચિઠ્ઠી’

Follow Us
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
શાળા પ્રવેશ નિયમો અને બાળકોની સુરક્ષા મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
આજનું રાશિફળ: કોને મળશે સફળતા અને નવી તક?
આજનું રાશિફળ: કોને મળશે સફળતા અને નવી તક?
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
g clip-path="url(#clip0_868_265)">