Breakfast benefits : સવારે કેટલા વાગ્યે નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક? જાણો સમય
સવારે લેવાતો નાસ્તો માત્ર પેટ ભરવા માટે નહીં, પણ આખા દિવસ માટે ઊર્જા આપવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.દરરોજ સવારે નિયમિત અને પૌષ્ટિક નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હવે ચાલો સમજીએ કે યોગ્ય સમયે યોગ્ય નાસ્તો કરવાથી શું લાભ મળે છે.

સવારના સમયે યોગ્ય અને પૂરતો નાસ્તો ખાવાથી શરીરને દિવસભર માટે જરૂરી ઊર્જા મળી રહે છે. વજન વધતી સમસ્યાથી પીડાતા વ્યક્તિઓએ ખાસ કરીને સવારે પૌષ્ટિક અને તૃપ્તિકારક નાસ્તો લેવો જોઈએ, જેથી પછીના સમયમાં વધુ ખાવાની ઇચ્છા ઘટે.જેમ જેમ દિવસ વિતતો જાય, તેમ તેમ વધુ ખોરાક લેવાથી બચવું જોઈએ. (Credits: - Canva)

જે લોકો સવારે નાસ્તો કરવાનું ચૂકી જાય છે, તેમને દિવસભર ભૂખ લાગતી રહેતી હોય છે અને આમ, સમયાંતરે કઈક ન કઈક ખાવાની ટેવ વિકસે છે. નાસ્તો ન કરવાના કારણે શરીરમાં ઊર્જાનો અભાવ પણ અનુભવાય છે. સવારમાં જો પૂરતો નાસ્તો લઈ લેવાય, તો ન તો શરીરમાં નબળાઈ થાય અને ન તો જરૂરથી વધુ ખાવાની ટેવ રહે, પરિણામે તમે આરોગ્યદાયક જીવનશૈલી અપનાવી શકો છો. (Credits: - Canva)

રાત્રિ દરમિયાન શરીર આરામની સ્થિતિમાં હોય છે અને ઊર્જાનો સંગ્રહ થતો નથી. સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાની સાથે શરીરને ઊર્જા મળતી રહે છે, જે આખો દિવસ સક્રિય રહેવા માટે જરૂરી છે. (Credits: - Canva)

મગજને કાર્યશીલ રહેવા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. સવારે નાસ્તો ન કરવાથી ધ્યાન અને યાદશક્તિ પર ખરાબ અસર પડી શકે છે. સવારમાં યોગ્ય અને પૌષ્ટિક નાસ્તો કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળી રહે છે, જે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ બને છે. (Credits: - Canva)

દરરોજ પોષકતત્વોથી ભરપૂર નાસ્તો લેવાથી શરીરની ચયાપચય ક્રિયા (મેટાબોલિઝમ) સક્રિય અને સંતુલિત રહે છે, જે તંદુરસ્ત રહેવા માટે મહત્વપૂર્ણ છે. (Credits: - Canva)

સવારનો નાસ્તો વિશેષ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તેઓ સવારે ભોજન નહીં કરે, તો બ્લડ શુગરનું સ્તર અસંતુલિત થઈ શકે છે, જેના કારણે આરોગ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.સવારનો પૌષ્ટિક નાસ્તો શરીરમાં પૂરતી ઊર્જા પૂરી પાડે છે, જે તમને આખો દિવસ તંદુરસ્ત અને સક્રિય રાખે છે. ખાસ કરીને હૃદયના આરોગ્ય માટે પણ તે લાભદાયી સાબિત થાય છે. (Credits: - Canva)

સવારે નાસ્તો કરવો એ માત્ર ભુખ પૂરી કરવી નથી, પરંતુ તમારા શરીર અને મગજને સંપૂર્ણ રીતે જગાડવાનું કાર્ય છે. જો તમે નિયમિતપણે નાસ્તો ન કરો તો, લાંબા ગાળે તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનીકારક સાબિત થઈ શકે છે. (Credits: - Canva)

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































