Women’s health : મહિલાઓને પીરિયડ્સ મોડા આવવા કઈ બીમારીના લક્ષણ હોય છે, જાણો ડોક્ટર પાસેથી
સામાન્ય રીતે મહિલાઓના પીરિયડ્સ મોડા આવવા એ ગર્ભધારણ કે પછી મોનોપોઝ પણ કહેવામાં આવે છે. આ સિવાય અનેક કારણો છે જેના કારણે પીરિયડ્સ મોડા આવે છે. આ કારણમાં કેટલીક બીમારીઓ પણ સામેલ છે. સામાન્ય રીતે પીરિયડ્સની સાઈકલ 28 દિવસની હોય છે.

જો 10 દિવસ પણ પીરિયડ્સ મોડા આવ્યા તો આ નિયમિત નથી. તો ચાલો જાણીએ આવું કેમ થાય છે આ વિશે ડોક્ટર પાસેથી વધુ જાણીએ. પીરિયડ્સ મોડા આવવા પાછળ અનેક કારણો જવાબદાર છે.

ડોક્ટર જણાવે છે કે, મહિલાઓની પીરિયડ્સ સાઈકલ અલગ અલગ હોય છે. જેને સમયથી 10 કે 12 દિવસ મોડા આવે છે. મોડા પીરિયડ્સ આવવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમાંથી હોર્મોલમાં ફેરફાર, પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ થાઈરોડની સમસ્યા કે અન્ય બીમારીઓના સંકેત હોય શકે છે.

આ સિવાય પીરિયડ્સ મોડા આવવા પાછળ કેટલીક બીમારીઓ પણ હોય છે. તેમજ અનિયમિત લાઈફસ્ટાઈલ, જંકફુડના કારણે પણ કેટલીક વખત પીરિયડ્સ મોડા આવે છે.ગર્ભનિરોધક ગોળીઓ પણ માસિક સ્રાવમાં વિલંબનું કારણ બની શકે છે.

જો પીરિયડ્સ 2 થી 3 દિવસ મોડા આવે છે. તો ડોક્ટર પાસે જવાની જરુર નથી. આ સિવાય પીરિયડ્સ મોડા આવવાની સાથે શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. જેમ કે વાળ ખરવા, મૂડ સ્વિંગ અને થાક લાગે તો ડોક્ટર પાસે જરુર જવું જોઈએ.

જો તમને પીરિયડ્સ સતત અનિયમિત અથવા મોડા આવતા હોય, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે જેથી રોગનું નિદાન થઈ શકે અને યોગ્ય સારવાર મળી શકે.

પીરિયડ્સ મોડા આવવા પાછળનું એક કારણ તણાવ પણ છે. જો તમે વધારે તણાવ લો છો તો આ કારણ બની શકે છે.

મેનોપોઝ તરફ દોરી જતો તબક્કો છે, જે દરમિયાન સ્ત્રીના હોર્મોન્સમાં વધઘટ થવા લાગે છે. તે સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં થાય છે,

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
