Women’s health : અંડાશયના કેન્સર દરમિયાન મહિલાઓમાં જોવા મળે છે આ લક્ષણો
અંડાશયનું કેન્સર એક ગંભીર બિમારી છે પરંતુ જો તેની યોગ્ય સમય પર ઓળખ થઈ જાય તો સારવાર શક્ય છે. જરુરી છે કે,મહિલાઓ આ વાતને હળવાશમાં ન લે અને થોડી જાગૃતિ અને સમયસર સારવાર એ લાંબા અને સ્વસ્થ જીવન તરફનું પ્રથમ પગલું હોઈ શકે છે.

આજની ભાગદોડ ફરી લાઈફમાં મહિલાઓ પોતાના સ્વાસ્થને લઈ હંમેશા નજરઅંદાજ કરે છે. આ કારણે તે ગંભીર બિમારીઓની ઝપેટમાં આવી જાય છે.કેટલીક વખત આ બિમારી જલ્દી સામે પણ આવતી નથી. જ્યારે સામે આવે ત્યારે અંડાશયના કેન્સરના લક્ષણો વધી ગયા હોય છે. એટલા માટે સમયસર ઓળખ ખુબ જરુરી છે.

અંડાશય કેન્સર મહિલાઓના અંડાશયમાં થનારું કેન્સર છે. મહિલાના શરીરમાં 2 અંડાશય હોય છે. જે અંડાણું બનાવે છે અને હોર્મોનનું નિર્માણ કરે છે. જ્યારે આ અંડાશયોમાં કોશિકાઓ અસામાન્ય રુપ વધવા લાગે છે અને ટ્યુમરનું રુપ લે છે. તો આને ઓવેરિયન કેન્સર કહેવામાં આવે છે. આ બિમારીની પાછળ અનેક કારણ હોય શકે છે.

જેમાં પેટમાં દુખાવો, સોજો, પેટ ભરાયેલા હોય તેવો અનુભવ, વારંવાર પેશાબ આવવો, થાક લાગવો કમજોરી , વજન ઓછો થવો. જેવા અનેક લક્ષણો હોય શકે છે.સામાન્ય રીતે 50 વર્ષની ઉંમરની મહિલાઓમાં આ ખતરો વધારે હોય છે પરંતુ આ નાની વયે પણ થઈ શકે છે.

જો પરિવારમાં કોઈ પણ સ્ત્રીને સ્તન, અંડાશય અથવા આંતરડાનું કેન્સર થયું હોય, તો જોખમ વધી જાય છે.જે સ્ત્રીઓ ક્યારેય ગર્ભવતી થઈ નથી તેમનામાં આ જોખમ થોડું વધારે જોવા મળ્યું છે.

જો કોઈ સામાન્ય લક્ષણ લાંબા સમય સુધી ચાલુ રહે, તો તેને ગંભીરતાથી લો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. જાગૃતિ વધારવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી સ્ત્રીઓને તેમના લક્ષણો ઓળખવામાં મદદ મળશે.

જોકે અંડાશયના કેન્સરને સંપૂર્ણપણે અટકાવી શકાતું નથી, પરંતુ કેટલીક સાવચેતીઓ આ જોખમ ઘટાડી શકે છે. સ્વસ્થ આહાર લો અને નિયમિત કસરત કરો. શરીરમાં થતા કોઈપણ ફેરફારને અવગણશો નહીં. તેમજ નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવતા રહો. જો પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય, તો સમય સમય પર ડૉક્ટરની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































