Women’s health : યુરિનમાંથી દુર્ગંધ આવવી એ કયા રોગના લક્ષણો છે, આવું કેમ થાય છે? જાણો
યૂરિનમાંથી દુર્ગંધ આવવી ક્યારેક ક્યારેક સામાન્ય વાત હોય છે પરંતુ સતત જો યુરિનમાંથી દુર્ગંધ આવે છે. તો તેને હળવાશમાં ન લો. આ તમારા શરીરની અંદર ચાલી રહેલી ગડબડના સંકેત હોય છે. આ માટે ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

યૂરિનમાંથી દુર્ગંધ આવવી એક સામાન્ય સમસ્યા છે પરંતુ જ્યારે અચાનક યૂરિનમાં વધારે દુર્ગંધ આવવા લાગે તો નજરઅંદાજ કરવું જોઈએ નહી. સામાન્ય રીતે આને આપણે ઓછી પાણી પીવા સાથે જોડી દઈએ છીએ પરંતુ કેટલીક વખત આ બીમારીનો પણ સંકેત હોય શકે છે.તો ચાલો જાણીએ કે,યૂરિનમાંથી દુર્ગંધ કેમ આવે છે. આની પાછળ કઈ બીમારીઓ હોય શકે. આની સારવાર શું છે.

સૌથી પહેલા સામાન્ય કારણ શરીરમાં પાણીની ઉણપ છે. જ્યારે આપણે પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી તો યુરિન ઘટ્ટ બની જાય છે. તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.જો સવારે યુરિનમાં સામાન્ય દુર્ગંધ આવે છે પરંતુ વધુ પ્રમાણમાં પાણી પીધા બાદ પણ જો આમ થાય તો તે ચિંતાનો વિષય થઈ શકે છે.

મહિલાઓમાં UTI એક સમસ્યા છે પરંતુ પુરુષમાં પણ સમસ્યા જોવા મળી શકે છે. આ સંક્રમણમાં યુરિનમાં દુર્ગંધની સાથે સાથે બળતરા, વારંવાર યુરિન જવું તેમજ પેટના નીચેના ભાગમાં દુખાવો થવો, આ એક બેક્ટીરિયાના કારણે થાય છે. તેમજ જો સમય રહેતા આની સારવાર ન કરાવીએ તો કિડનીને પણ અસર પહોંચી શકે છે.

જો કોઈને ડાયાબિટીસ છે અને તેનું શુગર લેવલ ખુબ વધારે છે. તો યુરિનમાંથી દુર્ગંધ આવી શકે છે. કેટલાક કિસ્સામાં આ કેટોએસિડોસિસના લક્ષણો હોય શકે છે. જે ગંભીર સ્થિતિ બની શકે છે.

જો તમને યુરિનમાંથી વધારે દુર્ગંધ આવી રહી છે તો આ લિવર કે કિડનીમાં ગડબડનો સંકેત હોઇ શકે છે. ખાસ કરીને જ્યારે યુરિનનો રંગ ઘટ્ટ, કે પછી યુરિનમાં લોહી નીકળે છે. તો જલ્દી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ચોક્કસ એન્ટિબાયોટિક્સ, વિટામિન સપ્લિમેન્ટ્સ (ખાસ કરીને બી-કોમ્પ્લેક્સ) અને તબીબી ઉપચાર લીધા પછી યુરિનની ગંધ બદલાઈ શકે છે. આ ફેરફારો સામાન્ય રીતે થોડા દિવસોમાં દૂર થઈ જાય છે, પરંતુ જો ગંધ લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

ક્યારેક પેશાબમાં દુર્ગંધ આવવાથી જાતીય રોગો (જેમ કે ક્લેમીડિયા, ગોનોરિયા) પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, યોનિમાંથી સ્રાવ, બળતરા, ખંજવાળ જેવા અન્ય લક્ષણો પણ જોવા મળી શકે છે.

હવે આપણે યુરિનમાંથી આવતી દુર્ગંધના ઘરેલું ઉપાય અને સારવાર વિશે વાત કરીએ તો દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીઓ. સાફ-સફાઈનું ધ્યાન રાખો ખાસ કરીને પ્રાઈવેટ પાર્ટનું. જો આ લક્ષણો જોવા મળે તો યુરિન ટેસ્ટ જરુર કરાવો.

નાળિયેર પાણી અને લીંબુ પાણી જેવા ડિટોક્સ પીવો.ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી એન્ટિબાયોટિક્સ સમયસર લો, ડોક્ટરને પુછ્યા વગર જાતે દવા ન લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































