Women’s health : કોપર ટી લગાવવાથી થઈ શકે છે આ આડઅસરો, જાણો ડોક્ટરો શું કહે છે
અનિચ્છનીય પ્રેગ્નેન્સીને ટાળવા માટે કોપર-ટી લગાવવી એક સુરક્ષિત પદ્ધતિ માનવામાં આવે છે. એકવાર તેને લગાવ્યા પછી, લાંબા સમય સુધી પ્રેગ્નેન્સીનો ભય રહેતો નથી, પરંતુ તેની કેટલીક આડઅસરો પણ જોવા મળે છે.

અનિચ્છનીય પ્રેગ્નેન્સીથી બચવા માટે મહિલાઓની પાસે ગર્ભ નિરોધક ગોળીઓથી લઈ આજકાલ અનેક પ્રકારના ઓપ્શન્સનનો છે. પરંતુ ગામડા અને નાના શહેરોમાં આજે પણ મહિલાઓ કોપર-ટીને બેસ્ટ માને છે. કોપર-ટી લગાવવી આર્થિક તેમજ ખૂબ સલામત માનવામાં આવે છે. એકવાર તે લગાવ્યા પછી, સ્ત્રીઓને ત્રણ કે પાંચ વર્ષ સુધી પ્રેગ્નેન્ટ થવાનો ભય રહેતો નથી.

આ પ્રોસેસ ખુબ લાંબી અને મુશ્કેલ નથી પરંતુ કોપર ટી લગાવવાથી કેટલીક આડઅસરો જોવા મળી શકે ચે. જો પ્રેગ્નેન્સીથી બચવા માટે કોઈ મહિલા કોપર-ટી લગાવે છે, તો તેના ફાયદાની સાથે તેની આડઅસર વિશે પણ તમને માહિતી હોવી જોઈએ.

કોપર-ટી સાથે જોડાયેલી સાવચેતી રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે નિષ્ણાતો આ વિશે શું કહે છે.કોપર-ટી શું છે અને તે કેવી રીતે કામ કરે છે? કોપર ટી એટલે કે, કોન્ટ્રસેપ્ટિવ ડિવાઈઝ જે અંગ્રેજી અક્ષર ‘T’ના શેપની હોય છે.

આનાથી ડોક્ટર ગર્ભાશય (યુટ્રસ)ની અંદર ફિટ કરે છે. આ ડિવાઈસ લગાવવાથી સ્પર્મની મોબિલિટી ઓછી થઈ જાય છે.જેના કારણે અનિચ્છનીય ગર્ભાવસ્થાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે.

ગાયનેકોલોજીસ્ટ કહે છે કે, કોપર-ટી લગાવવાના કારણે પેટના નીચેના ભાગ પેડુમાં દુખાવો થઈ શકે છે. આ સિવાય પીરિયડ્સના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. તેમજ યુરિન ઈન્ફેક્શન થવાના પણ ચાન્સ રહે છે. ડોક્ટર આગળ કહે છે કે, આવું તમામ કેસમાં જોવા મળતું નથી અને કોપર-ટીનો ઉપયોગ કરવો સલામત છે.

કોપર-ટી લગાવવાથી કેટલાક કેસમાં મહિલાઓને અસ્વસ્થતા અનુભવે છે અથવા બ્લીડિંગની સમસ્યા થઈ શકે છે. આવા લક્ષણો દેખાય કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કોપર-ટી મેચ્યોર થવાનો સમય 3 થી 5 વર્ષનો હોય છે, તે ડિવાઈઝની ગુણવત્તા પર આધાર રાખે છે. તેથી, સારા ડૉક્ટરની સલાહ લઈને જ કોપર-ટી લગાવો.

કોપર-ટી એક વખત લગાવ્યા બાદ 5 થી 3 વર્ષના સમય સુધી લગાવી શકાય છે.પરંતુ આ સમયગાળા દરમિયાન, કોપર-ટીને વચ્ચે પણ દૂર કરી શકાય છે. જો પીરિયડ્સ પહેલાં કે પછી કોપર-ટી કાઢવાની જરૂર હોય, તો ડૉક્ટરની સલાહ લો અને આખી પ્રક્રિયા જાણી લો.

કોપર-ટી લગાવ્યા પછી, કેટલીક સ્ત્રીઓને ગર્ભાશયમાં બળતરાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. કેટલીક સ્ત્રીઓને કોપર-ટીમાં રહેલા કોપરથી એલર્જી થઈ શકે છે. આનાથી યોનિમાર્ગમાં ખંજવાળ, બળતરા થઈ શકે છે. જો તમને વારંવાર ગર્ભાશયમાં બળતરા અને વધુ પડતી દુર્ગંધની સમસ્યા થતી હોય, તો ડૉક્ટરને તેના વિશે જણાવો અને સારવાર કરાવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
