Women’s health : શું પીરિયડ્સ પહેલાં પ્રીમેસ્ટુઅલ ફટિંગ બની રહી છે ચિંતાનું કારણ,જાણો કેમ
કેટલીક વખત પીરિયડ્સ પહેલા મહિલાઓને થાકપેટનું ફૂલવું, પાચન સમસ્યાઓ અને માથાનો દુખાવો જેવા લક્ષણોનો સામનો કરે છે. તેની અસર ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ દેખાય છે. આના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. આ દરમિયાન થાક,ચિંતા અને ડિપ્રેશનનો પણ સામનો કરવો પડે છે.જો તમે પણ આવી સ્થિતિમાં છે તો આ પ્રીમેસ્ટુઅલ સિન્ડ્રોમના લક્ષણો હોય શકે છે.

પીરિયડ્સ પહેલા શરીરમાં હોર્મોનમાં ફેરફાર થવા લાગે છે.જેને પીએમએસ પણ કહેવામાં આવે છે. આ દરમિયાન મહિલાઓનુ વર્તન હંમેશા ચિડયાપણું, રડવું તેમજ આળસ પણ આવતી હોય છે.તો ચાલો આજે આપણે કેટલીક ટિપ્સ જાણીએ જેનાથી તમને પ્રીમેસ્ટુઅલ ફટિંગને દુર કરી શકાય છે.જો પહેલા આપણે જાણી લઈએ કે, પ્રીમેસ્ટુઅલ ફટિંગ કોને કહેવામાં આવે છે. જેમાં પીરિયડ્સથી અંદાજે 7 થી 10 દિવસ પહેલા મહિલાઓને થાક, પાચનસબંધી સમસ્યાઓ, માથામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આની અસર હેલ્થ પર પણ જોવા મળે છે.

પીરિયડ્સ દરમિયાન મોટાભાગની મહિલાઓને પીએમએસનો અનુભવ થાય છે. જેમાંથી 20 ટકા મહિલાઓમાં ગંભીર લક્ષણો જોવા મળે છે.gynecologistના જણાવ્યા અનુસાર પીરિયડ્સ દરમિયાન હોર્મોનમાં ફેરફારના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે છે.ઓવ્યુલેશન પછી શરીરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર વધવા લાગે છે.આ સિવાય શરીરમાં સેરોટોનિન હોર્મોનના સ્તરમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. જેની અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થય પર પણ પડે છે. જેનાથી મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે. આ દરમિયાન પુરતી ઊંઘ લો.

આ દરમિયાન શરીરને હાઈડ્રેડ રાખો. એક્ટિવિટી કરો દિવસભર ભરપુર માત્રામાં પાણી પીઓ. પાણી પીવાથી શરીરમાં એનર્જીનું સ્તર બન્યું રહે છે. જલ્દી થાક પણ લાગતો નતી.ડોક્ટરના જણાવ્યા અનુસાર નારિયળ પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

શરીરને માનસિક અને શારીરિક રીતે રિલેક્સ રાખવા માટે તમારા દિનચર્યામાં ઊંડા શ્વાસ, ધ્યાન અને રિલેક્સેશન થેરાપીનો સમાવેશ કરો. વિટામિન, મિનરલ અને ફાઈબર તેમજ આમેગા 3 ફેટી એસિડની માત્રા પણ વધારો. કાજુ,બદામ, અખરોટ, અળસીના બી, ચિયા સીડ્સ, પીસ્તા અને મગફળીનું પણ સેવન કરો.તાકત વધારવા માટે ખોરાકમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારવું જરૂરી છે. આ માટે, આહારમાં ફેરફાર કરવા ઉપરાંત, કેટલાક ખાસ સ્પલીમેન્ટસને પમ સામેલ કરો. આનાથી પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમનું જોખમ ઓછું થાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો