Women’s health : શું પીરિડ્સ દરમિયાન ગરમ પાણીથી ન્હાવુ યોગ્ય છે? ડૉક્ટર પાસેથી જાણો
શું પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવું યોગ્ય છે. કેટલીક મહિલાઓ માટે ગરમ પાણીથી નાહવું યોગ્ય છે.એવું પણ બની શકે કે, કેટલીક મહિલાઓ માટે પીરિયડ્સમાં ગરમ પાણીથી નાહવું નુકસાનકારક પણ બની શકે છે. તો ચાલો આના વિશે ડોક્ટર પાસેથી જાણીએ.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં કેટલીક સમસ્યાઓ જોવા મળે છે. પીરિયડ્સમાં મહિલાઓને પરસેવો ને મૂડ સ્વિંગની સમસ્યા હોય છે. પીરિયડ્સ દરમિયાન, સ્ત્રીઓને પગ, પેટ અને કમરની આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુખાવો થાય છે.

પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો ઓછો કરવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવે છે. પીરિયડ્સ દરમિયાન ઘણી પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જેથી પીરિયડ્સ દરમિયાન થતી અગવડતા ઓછી થઈ શકે.

કેટલીક વખત મહિલાઓના મનમાં એ સવાલ આવે છે કે, પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવું યોગ્ય છે કે નહી? જો તમારા મનમાં પણ આ સવાલ થાય છે. તો આના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

સામાન્ય રીતે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવું સુરક્ષિત માનવામાં આવે છે.આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ તો નથી પરંતુ કેટલાક હેલ્થ એક્સપર્ટ ગરમ પાણીથી નાહવું સુરક્ષિત માને છે.

ડોક્ટરની વાત માનીએ તો પીરિયડ્સ દરમિયાન તમે ગરમ પાણીથી નાહીશકો છો. કેટલીક મહિલાઓ માટે ગરમ પાણીથી નાહવું સારું સાબિત થાય છે પરંતુ કેટલીક મહિલાઓ માટે ગરમ પાણીથી નાહવું નુકસાનકારક બની શકે છે પરંતુ પીરિયડ્સ દરમિયાન જો તમે ગરમ પાણીથી નાહવ છો. તો આનાથી સ્નાયુઓનો તણાવ ઓછો થાય છે.

પરંતુ, ધ્યાનમાં રાખો કે આવી સ્થિતિમાં તમારે ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, તમારે હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ કરતા પહેલા, તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને સ્વચ્છતા અંગે સંપૂર્ણપણે સક્રિય રહેવું જોઈએ.

આમ તો પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવાના અનેક ફાયદા છે. પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી નાહવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. પીરિયડસમાં ગરમ પાણીથી નાહવાથી ક્રેપ્સ તેમજ દુખાવામાં રાહત મળે છે.

જો તમે પીરિયડ્સ દરમિયાન તણાવ અને ચિંતાથી પરેશાન છો, તો આવી સ્થિતિમાં પણ તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો.આમ કરવાથી માસિક ચક્ર સારું રહે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































