Women’s health : શિયાળામાં યોનિમાર્ગમાં ખંજવાળ અને ડ્રાયનેસથી પરેશાન છો? આનાથી છુટકારો મેળવવા આ વાત જાણી લો
શિયાળામાં હંમેશા મહિલાઓ વજાઈનાની ખંજવાળ અને ડ્રાયનેસથી પરેશાન રહે છે. જેની અસર સેક્શુઅલ લાઈફ પર પણ પડે છે. આની પાછળ યોગ્ય પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતા ન હોવી સહિત અનેક કારણો હોય શકે છે.

ઋતુ બદલતા જ આપણે આપણા સ્વાસ્થનું ધ્યાન રાખતા હોય છીએ. લાઈફ સ્ટાઈલથી લઈ ફુડ સાથે જોડાયેલી આદતોમાં પણ ફેરફાર કરીએ છીએ. તેવી જ રીતે ઈન્ટિમેટ હેલ્થ અને હાઈજીનનું ધ્યાન રાખવું પણ ખુબ જરુરી હોય છે. શિયાળામાં આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે. તેવી જ રીતે વજાઈનાની સ્કિન પણ ડ્રાય થઈ જાય છે. આના કારણે ખંજવાળ આવે છે.

શિયાળામાં ભેજમાં ઘટાડો થાય છે, જેની સીધી અસર આપણી ત્વચા પર પડે છે. આ ઋતુમાં ઘણી મહિલઓને વજાઈનામાં ખંજવાળ, બળતરા અને ડ્રાયનેસનો અનુભવ થાય છે. આનાથી તેમના જાતીય જીવન પર અસર પડે છે. ક્યારેક, ઉઠવું અને બહાર જવું પણ મુશ્કેલ બની જાય છે.

ડૉક્ટરની આ ટિપ્સ શિયાળામાં વજાઈનાની ખંજવાળ અને ડ્રાયનેસમાં ઘટાડવામાં મદદ કરી શકે છે.શિયાળામાં વજાઈના ડ્રાયનેસને દુર કરવાનો સૌથી બેસ્ટ કામ પોતાને હાઈડ્રેટ રાખવાનું છે. આ ઋતુમાં વાતાવરણ ઠંડુ હોય છે. જેના કારણે પાણીની તરસ ઓછી લાગે છે. આ કારણે વજાઈનામાં ડ્રાયનેસ આવી જાય છે.

શિયાળામાં યોગ્ય માત્રામાં પાણી પીવું ખુબ જરુરી છે. દરરોજ અંદાજે 8-10 ગ્લાસ પાણી પીઓ. તેમજ વજાઈનાને સાફ રાખવી ખુબ જરુરી છે. તેમજ યોનિમાર્ગને આગળથી પાછળ સુધી હૂંફાળા પાણીથી ધોવાથી પણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનું જોખમ ઓછું થઈ શકે છે.

શિયાળામાં ગરમ કપડાં પહેરવાથી વજાઈનામાં ખંજવાળ આવી શકે છે. તેમજ કોટનના અંડરવિયર પહેરો.

જો તમને શિયાળામાં વજાઈનાની આસપાસ ખંજવાળ કે ડ્રાયનેસ છે. તો તમે વજાઈનાની આસપાસના વિસ્તારમાં મોશ્ચરાઈઝર લગાવી શકો છો.

વજાઈના ભીનું રહેવાથી વજાઈનામાં ખંજવાળ અને ઈન્ફેક્શનનું જોખમ પણ વધી શકે છે. તેથી, વજાઈનાને સાફ કર્યા પછી તેને સારી રીતે ટિશ્યુ પેપરથી સુકવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
