Alcohol and Milk : દારૂ અને દૂધ એકસાથે પીવાથી શું થાય ? સાચી હકીકત તમે નહીં જાણતા હોવ
દૂધ અને દારૂ એકસાથે પીવાથી શું કોઈ સમસ્યા થાય છે ખરી ? મહત્વનું છે કે દરેક લોકોએ આ વાત જાણવી જરૂરી છે.

દુનિયાભરમાં દારૂ પીતા લોકોની સંખ્યા મોટી છે અને ભારતમાં પણ લાખો લોકો પોતાની પસંદ મુજબ દારૂનું સેવન કરે છે. કેટલાક લોકો દારૂ પીતા પહેલા દૂધ પીવાની સલાહ આપે છે, જ્યારે કેટલાક દૂધ પીધા પછી તરત જ દારૂ પી લે છે. પરંતુ શું દૂધ અને દારૂ એકસાથે લેવાથી શરીર પર કોઈ અસર પડે છે? ચાલો જાણીએ તેની પાછળનું સત્ય.

ઘણા લોકો માટે દૂધ પીધા પછી તરત જ દારૂ પીવાથી કોઈ ખાસ સમસ્યા થતી નથી. જોકે, કેટલાક લોકોને પાચન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે. દૂધ અને દારૂ એકસાથે લેવાથી પેટ ફૂલવું, અસમંજસતા અથવા ઉલટી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી જો તમને આવી તકલીફ થતી હોય, તો ટૂંકા સમયગાળામાં દૂધ અને દારૂ પીવાનું ટાળવું વધુ યોગ્ય છે.

કેટલાક લોકો માનતા હોય છે કે દૂધ પીવાથી દારૂનું absorption ધીમું થઈ જાય છે. હકીકતમાં, દૂધ પેટમાં એક આવરણ બનાવી શકે છે, જેના કારણે આલ્કોહોલના શોષણમાં થોડી મોડું થઈ શકે છે. પરંતુ આ સાથે એસિડિટી, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા પણ વધી શકે છે.

ખાસ કરીને જેમને પહેલાથી જ પાચન તંત્રની સમસ્યાઓ હોય, તેમણે દૂધ અને દારૂનું મિશ્રણ કરવાનું ટાળવું જોઈએ. જો દૂધ પીધાના થોડા કલાકો પછી દારૂ પીવામાં આવે, તો સામાન્ય રીતે શરીર પર કોઈ ખાસ પ્રતિકૂળ અસર થતી નથી. તેથી દૂધ અને દારૂ વચ્ચે પૂરતું અંતર રાખવું વધુ સલામત માનવામાં આવે છે.

જો તમે દૂધ પીધા પછી દારૂ પીવાનો વિચાર કરો છો, તો ઓછા આલ્કોહોલવાળા પીણાં પસંદ કરો અને સોડા અથવા કાર્બોનેટેડ ડ્રિંક્સ સાથે દારૂ પીવાનું ટાળો. (નોંધ : દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.)
મલાઈમાં ખાટી ગંધ ન આવે તે માટે તેને કેવી રીતે સ્ટોર કરવી ? જાણી લો
