કાનુની સવાલ : શું તૂટેલું ચંપલ કંપનીને ભારે પડ્યું, ગ્રાહકના અધિકારના કારણે મેનેજર વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર
ગ્રાહકના તૂટેલા ચંપલ ન બદલવાના આરોપમાં ગ્રાહક ફોરમે એક શોરૂમના મેનેજર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહે કર્યું છે. તો ચાલો આ વિશે કાનુનમાં વિસ્તારથી જાણીએ.

જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે દુકાનદારો અને શોરૂમ મેનેજરો ગેરંટી અને વોરંટી વિશે મોટા મોટા દાવા કરે છે. પરંતુ જ્યારે આ વસ્તુ ખામીયુક્ત હોવાનું બહાર આવે છે, ત્યારે તેઓ ગ્રાહકને ઉકેલ શોધવા માટે વર્ષો સુધી ભટકાવતા રહે છે. તો ચાલો જાણીએ તમારો શું અધિકાર છે.

યુપીના સીતાપુરમાં એક શોરુમના મેનેજરને તુટેલું ચંપલ ભારે પડ્યું છે. ગ્રાહક ફોરમે શોરુમના મેનેજર વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે. ફોરમે જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને આદેશ આપ્યો છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને 2 જાન્યુઆરી સુધીમાં વોરંટનો અમલ કરવામાં આવે. શોરૂમ મેનેજર સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે.

ગ્રાહકનો આરોપ છે કે, મે 2022માં તેમણે એક શો રુમમાંથી 1700 રુપિયાના ચંપલ ખરીદ્યા હતા. શોરુમે 6 મહિનાની વોરંટી પણ આપી હતી. પરંતુ ચંપલ એક મહિનાની અંદર તુટી ગયું હતુ. ફરિયાદ કરી ચંપલ બદલવાનું કહેવામાં આવતા શો રુમના મેનેજરે સ્પષ્ટ ના પાડી હતી.

ત્યારબાદ તેમણે શોરૂમના મેનેજર વિરુદ્ધ ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો. ફોરમે શોરૂમને 8 જાન્યુઆરી, 2024 સુધીમાં તેમને ચંપલની કિંમત, માનસિક ત્રાસ માટે 2,500 રૂપિયા અને મુકદ્દમા ખર્ચ તરીકે 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. જોકે, શોરૂમે ગ્રાહક ફોરમના આદેશની અવગણના કરી.

તો ચાલો આખરે આ સમગ્ર મામલો શું હતો. આ મામલો વર્ષ 2022નો છે. સીતાપુરમાં રહેતા એક વ્યક્તિએ બ્રાન્ડેડ શોરુમમાંથી ચંપલ ખરીદ્યા હતા. જેમાં 6 મહિનાની વોરંટી પણ આપવામાં આવી હતી. પરંતુ ચંપલ એક મહિનામાં તુટી જતા વ્યક્તિ શો રુમમાં જઈ સમગ્ર વાત કરી તો આ ફરિયાદનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહી. તેમજ ચંપલ પણ તુટેલા રાખી લીધા હતા.

સમગ્ર વાતથી પરેશાન થઈ આ વ્યક્તિએ17 ઓક્ટોબર 2022ના રોજ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી. નોટિસ છતાં, મેનેજર ફોરમ સમક્ષ હાજર થયા નહીં કે કોઈ જવાબ આપ્યો નહીં.

ત્યારબાદ, 8 જાન્યુઆરી 2024ના રોજ, ફોરમે આદેશ આપ્યો કે ચંપલની કિંમત, માનસિક હેરાનગતિ માટે2,500 રૂપિયા અને મુકદ્દમાના ખર્ચમાં5,000 રૂપિયા ચૂકવવામાં આવે. જોકે, આ આદેશનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું.

મેનેજર વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. એએસપી નોર્થ આલોક સિંહે કહ્યું, કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
