કારમાં અને બાઈકમાં ગિયર હોય, તો ટ્રેનમાં શું હોય? આખરે ટ્રેનની સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે? જવાબ એટલો રસપ્રદ છે કે, તમે પણ વિચારમાં પડી જશો
સવારથી સાંજ સુધી વ્યક્તિના મનમાં ઘણા એવા પ્રશ્નો આવે છે કે, જે તેણે પહેલાં ક્યારેય વિચાર્યા ન હોય. એવામાં બાઇક, કાર અને બસમાં ગિયર સિસ્ટમ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાઇક અને કારની જેમ ટ્રેનમાં ગિયર સિસ્ટમ હોય છે કે નહીં?

સવારથી સાંજ સુધી વ્યક્તિના મનમાં ઘણા વિચારો આવે છે. જો કે, કેટલાંક વિચારો એવા હોય છે કે, જે વ્યક્તિને ખરેખરમાં વિચારવા માટે મજબૂર કરી દે છે. એવામાં કેટલાંક સવાલો એવા હોય છે કે, જેનો જવાબ જાણીને વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. બસ આવો જ એક પ્રશ્ન છે કે, શું ટ્રેનમાં પણ ગિયર સિસ્ટમ હોય છે?

તમને જણાવી દઈએ કે, ટ્રેનના ડીઝલ એન્જિનમાં ગિયર નહીં પરંતુ નૉચ સિસ્ટમ હોય છે. ટ્રેનની સ્પીડ કંટ્રોલ કરવા માટે નૉચનો ઉપયોગ થાય છે, જે ડીઝલ–ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ટ્રેક્શન મોટરને જતી વીજળી કંટ્રોલ કરે છે.

ડ્રાઈવર કેબિનમાં આ નૉચ હોય છે, જેના દ્વારા જનરેટરને મોકલાતી વીજળી નિયંત્રિત કરવામાં આવે છે. આનાથી RPM બદલાય છે અને ટ્રેનની ઝડપ વધે-ઘટે છે. વધુમાં એ પણ જાણો કે, ડીઝલ એન્જિનમાં કુલ 8 નૉચ હોય છે અને તેને એક જ વખત સેટ કરી દેવાય છે, જેથી વારંવાર બદલવાની જરૂર પડતી નથી.

સરળ શબ્દોમાં કહીએ તો, કારમાં ગતિ ગિયર્સ દ્વારા નિયંત્રિત થાય છે પરંતુ ટ્રેનમાં એન્જિન અને વ્હીલ્સ વચ્ચે સીધા ગિયર્સ બદલવાને બદલે પાવર આઉટપુટને સમાયોજિત (Adjusted) કરીને ગતિ બદલવામાં આવે છે, જેને નૉચ કહેવામાં આવે છે. આ નૉચ ગિયર્સની જેમ જ કાર્ય કરે છે.

વધુમાં જોઈએ તો, કારમાં 'સ્પીડ' ગિયર્સથી કંટ્રોલ થાય છે પરંતુ ટ્રેનમાં એન્જિન અને વ્હીલ્સ વચ્ચે સીધો ગિયર બદલવાને બદલે પાવર આઉટપુટને ઓછું–વધુ કરીને સ્પીડ કંટ્રોલ થાય છે, જેને નૉચ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો, નૉચ ટ્રેનમાં ગિયર્સ જેવી જ કામગીરી કરે છે.
આ પણ વાંચો: ટ્રેનમાં ‘ટોઇલેટ’ હોય છે પણ ‘મેટ્રો’માં નથી હોતું, આવું કેમ? ક્યારેય વિચાર્યું કે, આની પાછળનું કારણ શું હોઈ શકે?
