કમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, Keyboard માં ABCD એક લાઈનમાં કેમ નથી હોતી? આની પાછળનું કારણ શું?
જો તમે જોયું હોય, તો કમ્પ્યુટર, લેપટોપ અને ફોન કી-બોર્ડ પર પણ આલ્ફાબેટ્સ એક જ ક્રમમાં ગોઠવાયેલા હોતા નથી. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કી-બોર્ડ આલ્ફાબેટ્સ ABCD ક્રમમાં કેમ ગોઠવાયેલા હોતા નથી?

આજના સમયમાં કમ્પ્યુટર અને લેપટોપ એવા ગેજેટ્સ છે, જેનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે. તમને દરેકના ઘરમાં લેપટોપ અથવા કમ્પ્યુટર મળશે અને જેમની પાસે આ ગેજેટ્સ નથી તેમના ઘરમાં સ્માર્ટફોન જોવા મળશે.

જો તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપના કીબોર્ડ પર નજર નાખશો, તો તમને દેખાશે કે પહેલો અક્ષર Q છે અને છેલ્લો અક્ષર M છે. A ક્યાંક વચ્ચે હોય છે અને B છેલ્લી લાઇનમાં ક્યાંક જોવા મળે છે.

શું તમે ક્યારેય વિચાર્યું કે, આવું શા માટે હોય છે? કી-બોર્ડ પરના આલ્ફાબેટ્સ ક્રમમાં ગોઠવી શકાય છે પરંતુ તેવું ખરેખરમાં કરવામાં આવ્યું નથી. હવે આની પાછળનું રહસ્ય શું છે?

જણાવી દઈએ કે, ટાઇપ કરતી વખતે મશીન જામ ન થાય તે માટે આલ્ફાબેટ્સ એકબીજાથી અલગ રાખવામાં આવે છે. વધુમાં, જ્યારે ટાઇપરાઇટરની શોધ થઈ હતી, ત્યારે આલ્ફાબેટ્સ એક ક્રમમાં ગોઠવાયેલા હતા પરંતુ ઝડપી ટાઇપિંગને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આલ્ફાબેટ્સના હેન્ડલ એકબીજા સાથે અથડાઈ જતા હતા અને મશીન જામ થઈ જતું હતું.

જો કે, પાછળથી આ આલ્ફાબેટ્સને અલગ કરવામાં આવ્યા અને આ કામ ક્રિસ્ટોફર લેથમ શોલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લેઆઉટ ખૂબ પ્રખ્યાત થયું અને તે 'Qwerty' તરીકે જાણીતું બન્યું.

જો તમે ધ્યાન આપો, તો તમે જોશો કે 'કી-બોર્ડ' પરના પહેલા 6 અક્ષરો 'Qwerty' જ છે. હવે તેમાં કોઈ ફેરફાર થઈ રહ્યો નથી, કારણ કે લોકો તેનાથી ટેવાઈ ગયા છે અને લોકોને ટાઇપ કરવાનું હવે વધુ સરળ લાગી રહ્યું છે.
આ પણ વાંચો: દુનિયાના મોટાભાગના રસ્તા કાળા રંગના જ કેમ બનાવવામાં આવે છે ? હવે આની પાછળનું રહસ્ય શું ? ના જાણતા હોવ, તો જાણી લેજો
