Women’s health : પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS)ના લક્ષણો જાણો ક્યા ક્યા છે
પીરિયડ્સ શરૂ થાય તેના થોડા દિવસો પહેલા પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ શરૂ થાય છે. તો ચાલો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં પ્રિમેન્સટ્રઅ સિન્ડ્રોમ વિશે વિસ્તારથી વાત કરીએ.

મહિલાઓને દર મહિને પીરિયડ્સ આવે છે.પીરિયડ્સ 2 દિવસથી લઈને 7 દિવસ સુધી આવે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જેમાં પેટમાં દુખાવો થવો, થાક લાગવો પરંતુ શું તમે જાણો છો કે, પીરિયડ્સ શરુ થયાના 1 થી 2 અઠવાડિયા સુધી મહિલાઓને અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેને પ્રિમેન્સ્ટ્રઅલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમ દરેક મહિલાને અલગ હોય શકે છે. પ્રિમેન્સટ્રુઅલ સિન્ડ્રોમ થવા પર મહિલાનો સ્વભાવ ચિડયાતો થાય છે તણાવમાં આવી જાય છે. પ્રિમેન્સ્ટ્રઅલ સિન્ડ્રોમ મોટાભાગે મહિલાઓને પ્રેગ્નન્સી પછી વધારે જોવા મળે છે. પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમના લક્ષણો વિશે આપણે વિસ્તારથી વાત કરીએ.

પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમના લક્ષણોની જો આપણે વાત કરીએ તો મૂડ સ્વિંગ થવું, ભૂખ ઓછી લાગવી, સુસ્તી આવવી, વધારે થાક લાગવો, પેટમાં દુખાવો, પુરતી ઉંઘ ન આવવી, વધારે ગુસ્સો આવવો, માઈગ્રેન,પિમ્પલસ, પેટ ફુલવું, કબજીયાત, ઉલટી થવી, હાથ અને પગમાં સોજો પણ આવે છે.

પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમના કારણો વિશે આપણે વાત કરીએ તો. પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમ થવાનું કારણ અસંતુલિત હોર્મોન હોય શકે છે. આ સમયે એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઉતાર-ચઢાવ આવે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે. કેટલીક વખત પીસીઓએસ અને પીસીઓડી થવાની પણ શક્યતા ખુબ વધી જાય છે.

મગજમાં સેરોટોનિન નામનો પદાર્થ હોય છે, જે મૂડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સેરોટોનિનનું ઓછું સ્તર પીએમએસના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. તે ડિપ્રેશન, ચિંતા, થાક અને ઊંઘની સમસ્યાઓમાં પણ વધારો કરી શકે છે.

પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમથી કેવી રીતે બચવું. તો પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમ થી બચવા માટે નિયમિત કસરત કરો. આ સાથે વોકિંગ અને સ્વિમિંગ પણ કરી શકો છો. આવું કરવાથી મૂડ પણ સારો રહે છે.પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમથી બચવા માટે હેલ્ધી ડાયટ અપનાવો.કઠોળ,ડ્રાયફ્રુટ્સ તેમજ લીલા શાકભાજીનું સેવન કરો. ડાયટમાં મીઠાની માત્રા ઓછી રાખો.

પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમથી બચવા માટે મહિલાઓએ તણાવ ઓછો લેવું જોઈએ.તણાવ ઓછો લેવાથી શરીરમાં હોર્મોન અસંતુલિત થવાની સાથે પ્રિમેન્સટ્રઅલ સિન્ડ્રોમની સમસ્યા પણ વધી શકે છે.

મહિલાઓને પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમના વિવિધ લક્ષણોનો અનુભવ થાય છે. જો સમસ્યા વધુ ખરાબ થાય, તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
