Smriti Mandhana : સ્મૃતિ મંધાનાએ તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ, જાણો શું છે
સ્મૃતિ મંધાના માટે સીરિઝની શરુઆત 3 મેચ સારી ન હતી. પરંતુ ચોથી મેચમાં તેમણે શાનદાર બેટિંગ કરી છે. શ્રીલંકા વિરુદ્ધ તેમણે પોતાનું રન મશીનનું રુપ દેખાડ્યું હતુ. તેમજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10 હજાર રન પુરા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પોતાના કરિયરની રેડ હોટ ફોર્મમાં ચાલી રહી છે. ટેસ્ટ, વનડે હોય કે ટી20 ફોર્મેટ, સ્મૃતિ મંધાનાએ પોતાના બેટથી રનનો વરસાદ કર્યો છે. શ્રીલંકા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં 80 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથે અનેક રેકોર્ડ બનાવ્યા છે.

શ્રીલંકા સામે ચોથી T20 માં 80 રનની ધમાકેદાર ઇનિંગ રમ્યા બાદ, સ્મૃતિ મંધાનાએ હવે 2025 માં 1703 રન બનાવ્યા છે. તેમણે 2024 માં બનાવેલા વિશ્વ રેકોર્ડને તોડીને આ સિદ્ધિ મેળવી છે.

મંધાનાએ ગયા વર્ષે 1659 રન સાથે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. તેમજ તે મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી જલ્દી 10 હજાર રન બનાવનારી બેટ્સમેન પણ બની ગઈ છે.

સ્મૃતિ મંધાનાએ પોતાનો એક વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો છે. આ રેકોર્ડ એક કેલેન્ડર વર્ષમાં સૌથી ઝડપી રન બનાવવાનો છે.હજુ સ્મૃતિ મંધાનાને શ્રીલંકા વિરુદ્ધ પાંચમી અને છેલ્લી ટી20 મેચ રમવાની બાકી છે.

એટલું જ નહીં, સ્મૃતિ મંધાનાએ આ ઇનિંગમાં ત્રણ છગ્ગા ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો.

તે હવે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ સિક્સ ફટકારનારી ભારતીય બેટ્સમેન બની ગઈ છે. તેનો કુલ સ્કોર હવે 80 થઈ ગયો છે, જે તેની પોતાની કેપ્ટન હરમનપ્રીત કૌર (78) ને પાછળ છોડી છે.
ભારતીય મહિલા ક્રિકેટની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
