Naagin 7 : પ્રિયંકા ચહર ચૌધરી બની સૌથી મોંઘી ‘નાગિન’, એક એપિસોડના લે છે લાખો રૂપિયા
એકતા કપૂરનો ટીવી શો નાગિન 7નું પ્રીમિયર થયા બાદથી શો ચર્ચામાં છે. જેમાં પ્રિયંકા ચહર ચૌધરી લીડ રોલમાં જોવા મળી રહી છે. તેમણે નાગિન 7 માટે ખુબ મોટી રકમ મળી છે. તો ચાલો જાણીએ અભિનેત્રીની કુલ નેટવર્થ કેટલી છે.

એકતા કપૂરનો ટીવી શો નાગિન 7નું પ્રીમિયર થઈ ચૂક્યું છે. જેમાં પ્રિયંકા ચહર ચૌધરી લીડ રોલમાં જોવા મળી રહી છે. શો પહેલા દિવસે ખુબ ચર્ચામાં રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચહર ચૌધરીને રિયાલિટી શો બિગ બોસ 19માં નાગિનના રુપમાં રીલિઝ કરી હતી.હવે આપણે પ્રિયંકાની નેટવર્થ અને તેના ચાર્જ વિશે જાણીએ.

રિપોર્ટ મુજબ પ્રિયંકા ચહર ચૌધરીએ પોતાના નવા ટીવી શો નાગિન 7ના દરેક એપિસોડ માટે 15 લાખ રુપિયા લઈ રહી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 16 દરમિયાન તેને દરેક અઠવાડિયે 5 લાખ રુપિયા મળતા હતા. શો બાદ તેની લોકપ્રિયતા ખુબ વધી છે.

પ્રિયંકા ચૌધરી ભારતીય ટેલિવિઝનની સૌથી વધુ ચાર્જ લેનારી અભિનેત્રીમાંની એક છે. રિપોર્ટ અનુસાર તેની કુલ નેટવર્થ અંદાજે 20-25 કરોડ રુપિયા છે. નાગિન 7માં લીડ રોલ કર્યા બાદ તેની નેટવર્થમાં પણ વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચહર ચૌધરી ટીવી સીરિયલ, મોડલિંગ સોશિયલ મીડિયા તેમજ જાહેરાત દ્વારા ખુબ સારી કમાણી કરે છે.તેમણે એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો. તે "ગઠબંધન", "યે હૈ ચાહતેં", "પરિણીતી" અને "ઉડારિયાં" જેવા શોમાં જોવા મળી.

જોકે, સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શોએ તેણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી. બિગ બોસ 2016માં પ્રિયંકાના સ્વભાવની ખૂબ પ્રશંસા થઈ હતી.
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. અહી ક્લિક કરો
