વર્ષમાં 13, 14, 15 નહી પરંતુ 12 મહિના જ કેમ હોય છે, જાણો
વર્ષમાં 12 મહિના હોય છે, દરેક મહિનામાં 30 કે 31 દિવસ હોય છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ફક્ત 28 કે 29 દિવસ હોય છે. તો ચાલો જાણીએ શા માટે વર્ષમાં 12 મહિના જ હોય છે 13,14 મહિના કેમ હોતા નથી.

થોડા જ દિવસમાં નવું વર્ષ શરુ થવાનું છે. તો તમે ક્યારે વિચાર્યું કે, વર્ષનો પહેલો મહિનો જાન્યુઆરી અને છેલ્લો મહિનો ડિસેમ્બર કેમ આવે છે.આજના સમયમાં કેલેન્ડર અને દર મહિનામાં એક અલગ મહત્વ રહેલું છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે, પહેલા 12 મહિના નહી પરંતુ માત્ર 10 મહિના હતા. તો ચાલો જાણીએ આખરે ક્યાં 2 મહિના જોડવાથી 12 મહિના થયા છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષમાં 12 મહિના કેમ હોય છે?ઈ.સ.પૂર્વે 690માં રોમન રાજા નુમા પોમ્પિલસે રોમન કેલેન્ડરમાં જરૂરી ફેરફારો કર્યા. આ ફેરફાર બાદ કેલેન્ડરમાં જાન્યુઆરી મહિનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને પહેલા નંબરે રાખવામાં આવ્યો.

વર્ષમાં 365 દિવસના એડજસ્ટમેન્ટ માટે ફેબ્રુઆરીને સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે ફેબ્રુઆરીમાં માત્ર 28 કે 29 દિવસ જ હોય છે.

વર્ષમાં 12 મહિના હોવાનું કારણ ખગોળીય ઘટનાઓ (ચંદ્ર અને સૂર્યની પરિક્રમા) અને પ્રાચીન રોમન કેલેન્ડરના ઐતિહાસિક વિકાસને કારણે છે, જ્યાં 12 ચંદ્ર ચક્ર (આશરે 354 દિવસ) ને સૌર વર્ષ (આશરે 365.25 દિવસ) સાથે તાલમેલ કરવા માટે કેલેન્ડરને 12 મહિનામાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જેમાં ઋતુઓ સાથે તાલમેલ રાખવા માટે લીપ વર્ષનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

ચંદ્ર ચક્ર પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ અવલોકન કર્યું હતું કે ચંદ્ર તેના બધા તબક્કાઓ ( પૂનમ થી અમાસ) પૂર્ણ કરવામાં લગભગ 29.5 દિવસ લે છે. સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણકક્ષામાં લગભગ 12 ચંદ્ર ચક્ર (એક વર્ષ) છે.

પ્રાચીન ગણતરીઓ લગભગ 3,000 ઈસા પૂર્વ, સુમેરિયન અને બેબીલોનીયન સંસ્કૃતિઓએ 12ના અંકના આધારે કેલેન્ડર બનાવ્યા છે.રોમન કેલેન્ડરનો પ્રભાવ આધુનિક કેલેન્ડર (ગ્રેગોરિયન કેલેન્ડર) પ્રાચીન રોમન કેલેન્ડર પર આધારિત છે. શરૂઆતમાં તેમાં 10 મહિના હતા, પરંતુ પાછળથી, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ઉમેરવામાં આવ્યા જેથી તે ઋતુઓ અને સૌર વર્ષ (365 દિવસ) સાથે સંરેખિત થાય.

ગાણિતિક રીતે 12 એ ખૂબ જ અનુકૂળ સંખ્યા છે કારણ કે તે સરળતાથી 2, 3, 4 અને 6 દ્વારા વિભાજ્ય છે, જેનાથી વર્ષને ક્વાર્ટર અથવા અર્ધભાગમાં વિભાજીત કરવાનું સરળ બને છે

ટુંકમાં પૃથ્વી સૂર્યની ચારેબાજુ એક ચકકર લગભગ 365 દિવસમાં પૂર્ણ કરે છે. આ સમગ્ર સમયને એક વર્ષ કહેવામાં આવે છે. આને નાના-નાના ભાગમાં વેચવામાં આવે છે એટલે કે, વર્ષને 12 મહિનામાં વેચવામાં આવ્યા છે(all photo : canva)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો
