Stock Market: 1,000 શેરના સીધા 5,000 થશે! ભારતના અગ્રણી પ્લેટફોર્મે 1:5 શેર સ્પ્લિટની જાહેરાત કરી, રોકાણકારોને આનો લાભ ક્યારે મળશે?
કોમોડિટી ડેરિવેટિવ્ઝના ઓનલાઈન ટ્રેડિંગ માટેના ભારતના અગ્રણી પ્લેટફોર્મે મોટી જાહેરાત બહાર પાડી છે. વાત એમ છે કે, કંપનીએ 1:5 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે.

કોમોડિટી ડેરિવેટિવ્ઝના ઓનલાઈન ટ્રેડિંગ માટેના ભારતના અગ્રણી પ્લેટફોર્મે 1:5 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. આ કોર્પોરેટ કાર્યવાહી બાદ ₹10 ના ફેસ વેલ્યુવાળા એક શેરને ₹2 ના ફેસ વેલ્યુવાળા 5 શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે. કંપનીએ આ માટે 2 જાન્યુઆરી, 2026 ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે.

આ પગલાનો હેતુ શેરની લિક્વિડિટી વધારવાનો છે, જ્યારે રોકાણકારોની કુલ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ સમાન રહેશે. સ્ટોક સ્પ્લિટ પછી શેરની કિંમત ઓછી રહેશે, જેનાથી વધુ રોકાણકારો ભાગ લઈ શકશે. કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹56,399 કરોડ છે.

સ્ટોક સ્પ્લિટ એ એક પ્રોસેસ છે, જેમાં કંપની તેના હાલના શેરને નાના શેરમાં સ્પ્લિટ કરે છે. આનાથી શેરની સંખ્યામાં વધારો થાય છે પરંતુ કંપનીની કુલ વેલ્યુમાં અથવા રોકાણકારની હોલ્ડિંગ વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર આ કંપનીના 1,000 શેર ધરાવે છે, તો 1:5 સ્ટોક સ્પ્લિટ પછી તે 5,000 શેર ધરાવશે. જો કે, શેરની કિંમત પ્રમાણસર ઘટશે, તેથી કુલ રોકાણ વેલ્યુ સમાન રહેશે.

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, શેરહોલ્ડર્સની મંજૂરી મળ્યા બાદ આ સબ-ડિવિઝન લાગુ કરવામાં આવી રહ્યો છે. MCX મુજબ, ₹10 ની ફેસ વેલ્યુ ધરાવતો દરેક ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર હવે ₹2 ની ફેસ વેલ્યુ ધરાવતા 5 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેરમાં રૂપાંતરિત થશે.

MCX એ 2 જાન્યુઆરી, 2026 ને સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે. આ કોર્પોરેટ કાર્યવાહી માટે કયા શેરધારકો પાત્ર છે, તે નક્કી કરવા માટે રેકોર્ડ ડેટ એ કટ-ઓફ ડેટ છે. ટૂંકમાં જે રોકાણકારોના નામ રેકોર્ડ ડેટ સુધીમાં કંપનીના રજિસ્ટરમાં હશે, તેઓ સ્ટોક સ્પ્લિટ માટે પાત્ર રહેશે.

તાજેતરના મહિનાઓમાં MCX ના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. શુક્રવારે શેર ₹11,052 પર બંધ થયો, જે 2.10% વધીને ₹11,052 હતો. છેલ્લા અઠવાડિયામાં શેરમાં આશરે 6.25% જેટલો વધારો થયો છે.

એક મહિનામાં આ શેરમાં 7.17% જેટલું રિટર્ન મળ્યું છે. ત્રણ મહિનામાં લગભગ આ સ્ટોકમાં 38.18% અને 6 મહિનામાં 24.74% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 73.97% નો વધારો થયો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
