AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમલગ્ન બાદ યુવતીઓને પડતી તકલીફ અંગે મહિલા આયોગના ચેરમેને મોટુ નિવેદન – ‘લગ્ન બાદ દીકરીઓને ધિક્કારવી યોગ્ય નથી’

પ્રેમ લગ્ન બાદ યુવતીઓને પડતી તકલીફો અંગે મહિલા આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યુ કે લગ્ન બાદ યુવતીઓને ધુત્કારવી યોગ્ય નથી. બાળકોના ઉછેર સમયે જ માતાપિતાએ યોગ્ય ચિંતન કરવાની જરૂર છે. સમયના બદલાવ સાથે બાળકોની માનસિક્તા બદલાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2025 | 8:46 PM
Share

સમયના બદલાવ સાથે બાળકોની માનસિકતા બદલાઈ છે તેવા મહિલા આયોગનાં ચેરમેને દાવો કર્યો. માતા પિતા તરીકે નાનપણથી બાળકોને અપાતી સ્વતંત્રતા અંગે પણ મહિલા આયોગે સવાલ ઉઠાવ્યા હતા. બાળકો ખોટા રસ્તે વળેલા હોય તો પાછા લાવવા ખૂબ મુશ્કેલ હોવાથી નાનપણથી જ બાળકોનાં ઘડતરમાં ધ્યાન રખાય તેવી રજૂઆત કરી હતી. આજની પેઢી ખુબ જ સંવેદનશીલ છે ત્યારે તે કોઇ અજૂગતુ પગલું પણ ન ભરે તેનું ધ્યાન પણ રાખવું જોઇએ. સમાજના આગેવાનોને ટકોર કરતા મહિલા આયોગે કહ્યું કે, સમાજના બંધારણ બનતા હોય ત્યારે યુવા વર્ગને સાથે રાખી ચર્ચા વિચારણ કરી યોગ્ય તકેદારી રાખવાની જરૂર છે.

ધર્મિષ્ઠા ગજ્જર જણાવે છે કે આજે માતાપિતા નાની ઉંમરથી જ બાળકોને બધુ આપી દે છે. એના કારણે બાળકને પહેલેથી જ ઘણી સ્વતંત્રતા મળી જાય છે. જેના કારણે આગળ જતા બાળક 15-17 વર્ષનું થાય ત્યારે તે માતાપિતાના કંટ્રોલમાં પણ રહેતુ નથી. તે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની જાય છે. એના કારણે આગળ જતા તેઓ માતાપિતાની ચિંતા કર્યા વગર એકબીજાને મનપસંદ પાત્ર સાથે જોડાતા હોય છે.

સમાજના આગેવાનોને પણ ધર્મિષ્ઠા ગજ્જરે વિનંતિ કરી કે જે પણ આગેવાનો સમાજના બંધારણ કે નિયમો ઘડતા હોય એ સમયે એ તમામ દીકરા-દીકરીઓને સાથે કરો. તેમની સાથે ખુલ્લા મનથી ચર્ચા કરો અને નિખાલસતા અને પ્રેમ-ભાવના સાથે અવેરનેસ લાવવાના કાર્યક્રમો કરીએ તો ચોક્કસથી આવી ઘટનાઓ બનતા રોકી શકાશે.

Input Credit- Ronak Varma- Ahmedbad

ભારતના ઘઉંમાં વાયરસ છે એવો દુષ્પ્રચાર કરનાર આ દેશ આજે એ જ ઘઉં માટે તડપી રહ્યો છે, શું ભારત આપશે તેને અનાજ? વાંચો

પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
g clip-path="url(#clip0_868_265)">