Stock Market : વર્ષ 2026 માં તમારા પોર્ટફોલિયોમાં આ 3 શેર જરૂરથી એડ કરી રાખજો, રોકાણકારોને જંગી રિટર્ન મળી શકે છે
આપણે વર્ષ 2026 માં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને ભારતીય ઇક્વિટી બજાર ઓલ ટાઈમ હાઇની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એવામાં એક બ્રોકરેજ ફર્મે નવા વર્ષ 2026 માટે આ 3 શેર પર રોકાણ કરવા કહ્યું છે.

ભારતી એરટેલ મોબિલિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત મજબૂત પ્રદર્શન કરી રહી છે, જેને પ્રીમિયમ સેવાઓ, ARPUમાં વધારો, બ્રોડબેન્ડ વૃદ્ધિ અને Nxtra ના ડેટા સેન્ટરના વિસ્તરણથી ટેકો મળી રહ્યો છે. આ કારણે કંપનીના લાંબાગાળાના કેશ ફ્લોની વિઝિબિલિટી વધુ સારી બની રહી છે.

મોતીલાલ ઓસવાલ વેલ્થ મેનેજમેન્ટે સ્ટોક માટે 2,106 રૂપિયાના વર્તમાન બજાર ભાવ (CMP) સામે 2,365 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે, જે લગભગ 12% જેટલો જંગી ઉછાળો દર્શાવે છે.

SBI ની ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 13% એ મજબૂત બની રહી છે. મેનેજમેન્ટ 12-14% લોન ગ્રોથ અને 3% થી વધુ NIM ની આગાહી કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, અમે નાણાકીય વર્ષ 27E માં RoA/RoE 1.1%/15.5% રહેવાની અપેક્ષા રાખીએ છીએ.

મોતીલાલ ઓસવાલ વેલ્થ મેનેજમેન્ટે SBI પર 966 રૂપિયાના વર્તમાન બજાર ભાવ (CMP) સામે 1,100 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. ટૂંકમાં આ સ્ટોકમાં 14 ટકાનો વધારો જોવા મળી શકે છે.

HCL ટેકની ગ્રોથ IT સર્વિસિસ અને ER&D વિભાગ પરથી થઈ રહી છે, જેમાં AI આધારિત સોલ્યૂશન્સમાં શરૂઆતથી જ સારી તેજી જોવા મળી રહી છે. AI ફોર્સ અને AI ફેક્ટરી જેવા પ્લેટફોર્મ્સ પ્રોડક્ટિવિટીમાં વધારો કરી રહ્યા છે અને નોન લિનિયર ગ્રોથ શક્ય બનાવી રહ્યા છે.

મોતીલાલ ઓસવાલ વેલ્થ મેનેજમેન્ટે HCL ટેક પર રૂ. 2,150 ની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે, જેની વર્તમાન વેલ્યુ રૂ. 1,661 છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ શેરમાં 29 ટકાની તેજી આવી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
