Women’s Health : પેશાબ કરતી વખતે બળતરા થાય તો શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જવાબ જાણો
પેશાબ કરતી વખતે બળતરા થવી મહિલાઓમાં એક સામાન્ય સમસ્યા છે. જો તમને હંમેશા પેશાબમાં બળતરા અનુભવાય છે, તો તમારે શું કરવું જોઈએ, ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

પેશાબમાં થનારી બળતરા મહિલાઓને હંમેશા પરેશાન કરે છે. કેટલીક વખત મહિલાઓ શરમને કારણે આ વિશે ખુલ્લીને વાત કરતી નથી. તો કેટલીક મહિલાઓ આ વાતને નજરઅંદાજ કરે છે પરંતુ શું તમે જાણો છો કો, આની પાછળ ક્યાં કારણો જવાબદાર છે. તેમજ આને નજરઅંદાજ કરવું યોગ્ય છે કે, નહી.

ઓછું પાણી પીવું, વધારે માત્રામા મસાલેદાર ફુડનું સેવન કરવું, લાંબા સમયસુધી અંડરગાર્મેન્ટ ચેન્જ ન કરવા કે પછી કોઈ દવાની સાઈડઈફેક્ટના કારણે આવું થઈ શકે છે. પેશાબમાં થનારી આ બળતર જો એક- બે દિવસમાં યોગ્ય ન થઈ તો કોઈ ગંભીર બિમારી કે ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે.

પેશાબમાં બળતરા થતી વખતે તમારે શું કરવું જોઈએ. ચાલો આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.જો પેશાબમાં બળતરા થાય તો સૌથી પહેલા રુટિનમાં પાણીની માત્રા વધારી દો. પાણી વધારે પીવાથી શરીર ડિટોક્સ થાય છે. શરીરમાં જમા ટોક્સિન્સ બહાર નીકળે છે અને પેશાબમાં થનારી બળતરા ઓછી થાય છે.

કેટલીક વખત જ્યારે પેશાબમાં બળતરા થાય છે. તે સમયે યુરિનનો રંગ પણ બદલાય જાય છે. જે ડિહાઈડ્રેશનનો સંકેત હોય છે. પાણીની ઉણપથી યૂરિન ઘટ્ટ બને છે, અને બળતરા વધે છે.

જે યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન (UTI) ને કારણે પણ થઈ શકે છે. આનાથી પેશાબ દરમિયાન બળતરા અને તીવ્ર બળતરા પણ થઈ શકે છે.આ સમયે ટાઈટ અંડરવિયર ન પહેરો. તેમજ વજાઈનાને સાફ રાખો. યુરિન પાસ કર્યા બાદ વજાઈનાને યોગ્ય રીતે સાફ કરો.

જ્યારે તમે યુરિનમાં બળતરા અનુભવો છે. ત્યારે મસાલેદાર ફુડ ખાવાનું બંધ કરો. તેમજ વજાઈનાને હૂંફાળા પાણીથી સાફ કરી શકો છો. જો તમને 1-2 દિવસ પછી પણ આ રીતે લાગે છે અને બળતરા ઓછી થતી નથી, તો ડૉક્ટરની સલાહ લો.

પ્રાઈવેટ પાર્ટ હંમેશા સાફ હોવો જોઈએ. પર્યાપ્ત માત્રમાં પાણી પીઓ. તેમજ સંતુલિત ડાયટ લો.તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો, કારણ કે હોર્મોનલ અસંતુલન પણ ડિસ્ચાર્જ વધારી શકે છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
