Women’s health : કેટલીક મહિલાઓને વારંવાર મિસકેરેજ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી જાણો
કેટલીક મહિલાઓને વાંરવાર મિસકેરેજ થઈ જાય છે. જેના અનેક કારણો હોય શકે છે. જો તમને પર આ સમસ્યા છે. તો આ મુખ્ય કારણો અને તેનાથી બચવા વિશે ડોક્ટરે જણાવ્યું છે.

બાળક કંસવી કર્યા બાદ જો કોઈ મહિલાને મિસકેરેજ થઈ જાય છે. તો આ એક દુખદ વાત કહી શકાય છે. સામાન્ય રીતે મહિલાઓને એક વખત મિસકેરેજ થાય છે, પરંતુ જો કોઈ મહિલાને વારંવાર મિસકેરેજ થાય છે, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે. ચાલો ડોકટરો પાસેથી આ વિશે વધુ જાણીએ

મિસકેરેજના અનેક કારણો હોય શકે છે.જેમ કે કેટલીક મહિલાઓમાં પ્રોજેસ્ટેરોન કે ઇન્સ્યુલિન જેવા હોર્મોનમાં ગડબડ થવાથી મિસકેરેજ થાય છે. કેટલીક વખત મહિલા કે પુરુષમાં ક્રોમોસોમમાં દોષ હોવાથી ભ્રૂણનો વિકાસ થતો નથી. યુરિનરી ટ્રૈક કે રિપ્રોડક્ટિવ ટ્રૈક ઈન્ફેક્શન પણ મિસકેરેજનું જોખમ વધે છે. તમને કદાચ ખબર પણ નહીં હોય કે તમારું મિસકેરેજ થઈ રહ્યું છે. મિસકેરેજ થાય ત્યારે સ્ત્રીઓમાં આ સૌથી સામાન્ય લક્ષણો જોવા મળે છે.

પ્રેગ્નન્સીના 13 અઠવાડિયા સુધી 50 ટકા મિસકેરેજ થવાનું કારણ ગુણસુત્ર સંબંધી અસામાન્યતાઓ હોય છે. ગુણસુત્ર તમારા શરીરની કોશિકાઓની અંદર રહેલી નાની સંરચનાઓ હોય છે. જે તમારા જીનને ધારણ કરે છે. જીનમાંઆનુવંશિક અસામાન્યતાઓ પણ મિસકેરેજનું કારણ બની શકે છે. ઘણી સ્ત્રીઓ મિસકેરેજ પછી આ લક્ષણોનો અનુભવ કરે છે.

ડૉના મતે, ઘણા રિપોર્ટ દર્શાવે છે કે 20 વર્ષની વયની સ્ત્રીઓમાં મિસકેરેજનું જોખમ 12% થી 15% હોય છે, અને 40 વર્ષની ઉંમર સુધીમાં આ જોખમ લગભગ 25% સુધી વધી જાય છે. જો તમારી પાસે પહેલાથી જ મિસકેરેજ થઈ ગયો હોય, તો બીજી કસુવાવડ થવાની શક્યતા 25% છે.

હવે આપણે મિસકેરેજના લક્ષણો જોઈએ તો. વધારે બ્લીડિંગ, ખેંચાણ અને પેટમાં દુખાવો,પીઠનો દુખાવો, જે હળવાથી ગંભીર સુધીનો હોઈ શકે છે,નાના લોહીના ગંઠાવા સાથે બ્લીડિંગ થવું.

મિસેકેરેજથી બચવાના અનેક ઉપાયો છે. જેમ કે, પ્રેગ્નન્સી પહેલા શરીરના રિપોર્ટ કરાવો. જેમ કે, થાયરોડ, શુગર ,હોર્મોન, ઈન્ફેક્શન ટેસ્ટ જરુર કરાવો. ફોલિક એસિડ, આયરન અને વિટામિન ડી જરુર માત્રામાં લો, તેમજ સ્ટ્રેસ ઓછો લો, ધ્રૂમપ્રાન, દારુ કે કેફિન દ્વવ્યોથી દુર રહો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
