Women’s health : મિસકેરેજ પછી તમારે આ બાબતો ટાળવી જોઈએ, દરેક મહિલાએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
મિસકેરેજ પછી, મહિલાઓએ બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, શારીરિક સંબંધો ટાળવા જોઈએ અને નિયમિત પીરિયડ્સ ન થાય ત્યાં સુધી ટેમ્પનનો ઉપયોગ ન કરવો જોઈએ.

જો પ્રેગ્નન્સીના 20 અઠવાડિયાની અંદર ગર્ભમાં જ ભ્રૂણનું મૃત્યું થઈ જાય છે. તો આપણે તેને મિસકેરેજના નામથી જાણીએ છીએ. કોઈ પણ મહિલા માટે આ સ્થિતિ ખુબ જ ડરામણી હોય છે. દરેક મહિલા આ પરિસ્થિતિથી બચવા માટે તમામ સાવધાનીઓ રાખે છે. તેમજ ડોકટરની સલાહને સંપુર્ણ રીતે ફોલો કરે છે.

તેમજ તેની લાઈફસ્ટાલ અને ડાયટમાં પણ જરુર ફેરફાર કરે છે. દરેક મહિલાએ આ વાતથી બચવા માટે સાવધાની રાખવી ખુબ જરુરી છે. તેમ છતાં આપણે એવા કેસ જોવા મળે છે કે, કોઈ બીમારી કે શારીરિક સમસ્યાના કારણે કેટલીક મહિલાઓને મિસકેરેજનો સામનો કરવો પડે છે.

મિસકેરેજ મહિલાને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પાયમાલ કરી શકે છે. તેનો સામનો કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. જોકે, આ કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. આનાથી તમારી રિકવરી ઝડપી થશે અને તમે તમારી આગામી પ્રેગ્નન્સી માટે સંપૂર્ણપણે ફિટ છો તેની ખાતરી થશે. ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી માહિતી જાણીએ.

જો કોઈ મહિલાને અચાનક મિસકેરેજ થઈ જાય છે. તો સૌથી પહેલા બ્લીડિંગ થવા લાગે છે. આ મિસકેરેજ થવાનું પહેલું લક્ષણ છે. આ સમયે મહિલાઓએ ડોક્ટર પાસે જવું જોઈએ અને યોગ્ય સારવાર લેવી.

કેટલીક મહિલાઓને મિસકેરેજ બાદ લાંબા સમયસુધી બ્લીડિંગ થતું હોય છે. આ દરમિયાન ટેમ્પોનનો ઉપયોગ કરવો જોઈએ નહી. પ્રયત્ન કરો કે ટેમ્પોનનો ઉપયોગ નહી પરંતુ રેગ્યુલર પેડનો ઉપયોગ કરો.

મિસકેરેજ બાદ તમારે શારીરિક સંબંધ બાંધવાથી થોડા સમય દુર રહેવું જોઈએ. આનાથી માત્ર ઈન્ફેક્શનનો ખતરો રહેતો નથી પરંતુ તમારા સ્વાસ્થ પર નેગેટિવ અસર જોવા મળે છે. મિસકેરેજ થયા બાદ મહિલાઓને નબળાઈ આવી જાય છે.

આ દરમિયાન તેમણે આરામ કરવો જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમે ફરીથી શારીરિક સંબંધ બાંધો તો સારું રહેશે.

મિસકેરેજ બાદ મહિલાઓએ કોઈ પણ પ્રકારની હેવી વર્કઆઉટ કરવું જોઈએ નહી. જેમ કે, સ્વિમિંગ વગેરે. જ્યારે મિસકેરેજ બાદ શરીરમાં આટલી ક્ષમતા ન હોય કે, તમે સ્વિમિંગ કરી શકો.

જો કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રીનો આકસ્મિક મિસકેરેજ થાય, તો પણ ધ્યાનમાં રાખો કે આ યાત્રા સરળ નથી. મિસકેરેજ પછી સ્ત્રીનું શરીર સરળતાથી સ્વસ્થ થતું નથી. સારી રીતે સ્વસ્થ થવા માટે, સ્વસ્થ આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. આ વિશે નિષ્ણાત સાથે વાત કરવી શ્રેષ્ઠ રહેશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
