Women’s health : શું ટોયલેટ સીટ પર વધારે સમય બેસવાથી પણ થઈ શકે છે STI? જાણો ડોક્ટર શું કહે છે
ઘણા લોકો જાહેર ટોયલેટનો ઉપયોગ કરવાથી ડરતા હોય છે કારણ કે તેમને ડર છે કે તેમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) થઈ શકે છે.તેમજ કેટલાક લોકો ટોયલેટમાં ખુબ વધારે સમય બેસે છે. તો ચાલો શું આનાથી નુકસાન થાય છે.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) એક એવી બિમારી છે. જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સેક્શુઅલ ઈન્ટરકોર્સ દ્વારા ફેલાય છે. આ ઈન્ફેક્શન સામાન્ય રીતે ઓરલ,વજાઈનલથી ફેલાય છે પરંતુ ટોયલેટની સીટના કારણે પણ તમે આ ઈન્ફેક્શનનો શિકાર થઈ શકો છો.

કેટલાક લોકો આ વાતને લઈ ચિંતામાં હોય છે કે, જો STI પીડિત વ્યક્તિ ટોયલેટનો ઉપયોગ કરે છે. તો શું અન્ય વ્યક્તિને ટોયલેટ સીરના કારણે આ ઈન્ફેક્શન ફેલાય શકે છે. તો ચાલો આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ ટીપ્સમાં વિસ્તારથી જાણીએ.

સેક્શુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન ટોયલેટ સીટ દ્વારા અન્ય વ્યક્તિમાં ફેલાતો નથી. આવું એટલા માટે કારણ કે, આ ઈન્ફેક્શન સામાન્ય રીતે વાયરલ કે બેક્ટીરિયા હોય છે. આ બેક્ટેરિયા બહાર લાંબા સમય સુધી ટકી શકતા નથી. આ જ કારણ છે કે ટોયલેટ સીટ દ્વારા આ ઈન્ફેક્શન લાગવાની શક્યતા ખૂબ ઓછી છે.

જો કે, એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે ઈન્ફેક્શન ટોયલેટ સીટ પર બેઠા છો, તો ધ્યાન રાખો કે તમારા શરીર પર કોઈ ઘા ન હોય જેમાં STI બેક્ટેરિયા હોય. જો તમારા શરીર પર કોઈ ઘા હોય જે ટોયલેટ સીટ પરના બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે, તો એવી શક્યતા છે કે તમે STI નો ભોગ બની શકો છો.

ટોયલેટનો ઉપયોગ કરતી વખતે, આપણો મૂત્રમાર્ગ ટોયલેટ સીટના સંપર્કમાં આવતો નથી. તેથી, ટોયલેટ સીટને કારણે ઈન્ફેક્શન (UTI) ફેલાવાનું જોખમ રહેતું નથી. પરંતુ જો કોઈ કારણોસર તમારો મૂત્રમાર્ગ ટોયલેટ સીટના સંપર્કમાં આવે છે, તો UTI થવાની શક્યતા વધી શકે છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, STI અને UTI ટોયલેટ સીટ દ્વારા ફેલાઈ શકે છે, પરંતુ આવું થવાની શક્યતા ઘણી ઓછી છે. STI બેક્ટેરિયાને ટકી રહેવા માટે યોગ્ય વાતાવરણની જરૂર હોય છે. જો તેમને આ વાતાવરણ ન મળે, તો તેઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી.

STI અને UTIથી કેવી રીતે બચવું તો. શારીરિક સંબંધ દરમિયાન કોન્ડોમ અને ડેન્ટલ ડેમનો ઉપયોગ કરો.

પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતા જાળવો.તમારા અંડરવિયર દરરોજ બદલો,ટેટુની સોય કે પછી ઈજેક્શનને કોઈ સાથે શેર ન કરો. એચપીવી અને હેપ બી વેક્સીન લગાવો. એક થી વધારે લોકો સાથે શારીરિક સંબંધ ન બનાવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
