Women’s health : પ્યુબિક એરિયામાં ઈન્ફેક્શન છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે? જાણો
પ્યુબિક એરિયામાં ઈન્ફેક્શન પુરુષ અને મહિલા બંન્નેને પરેશાન કરી શકે છે. તો ચાલો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ ટિપ્સમાં તેના લક્ષણો, કારણ અને શરુઆતના સંકેતો વિશે વિસ્તારથી જાણીએ.

શું તમે જાણો છો કે, પ્યુબિક એરિયામાં ઈન્ફેક્શન થવું એક સમસ્યા છે. જે મહિલાઓને ખુબ પરેશાન કરે છે. આ પ્રકારનું ઈન્ફેક્શન અનેક કારણોથી થઈ શકે છે. જેમ કે, બેક્ટીરિયા કે પછી ફંગલ ઈન્ફેક્શન, પર્સનલ હાઈજીનની ઉણપ, વધારે પરસેવો આવવો , ટાઈટ કપડાં પહેરવા વગેરે.

જો આ સમસ્યાનો યોગ્ય સમયે સારવાર ન કરાવી તો દુખાવો, બળતરા કે પછી ખંજવાળ અને સોજો જેવી સમસ્યા વધી શકે છે. આજે અમે તમને કેટલાક એવા લક્ષણો વિશે જણાવીશું. જેનાથી તમને જાણ થશે કે, તમને પ્યુબિક એરિયામાં ઈન્ફેક્શન છે કે કેમ?

આ સાથે અમે તમને પ્યુબિક એરિયા ઈન્ફેક્શનથી બચવાના ઉપાયો વિશે પણ જણાવીશું. પ્યુબિક એરિયામાં ઈન્ફેક્શન થવા પર કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે. જેમ કે, રેડનેસ અને સોજો, ખંજવા, બળતરા તેમજ દુખાવો પણ થઈ શકે છે.

કેટલીક મહિલાઓને અન્ય લક્ષણો પણ દેખાય છે. જે ઈન્ફેક્શન પર નિર્ભર કરે છે. વધારે ડિસ્ચાર્જ પણ ઈન્ફેક્શનનો એક સંકેત છે. ફંગલ ઈન્ફેક્શન જેમ કે, યીસ્ટ ઈન્ફેક્શન થવા પર સફેદ અને દહીં જેવું ગાંઢ ડિસ્ચાર્જ થઈ શકે છે. બેક્ટરીયિલ ઈન્ફેક્શનના કારણે પીળા રંગનું ડિસ્ચાર્જ થઈ શકે છે. જેમાં દુર્ગંધ પણ આવે છે.

જાતીય રોગો પણ પ્યુબિક એરિયા પર નકારાત્મક અસર કરે છે, જેના કારણે પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થાય છે અને વધુ પડતું સ્રાવ થાય છે.

ઈન્ફેક્શનથી બચવા માટે સાફ સફાઈનું ધ્યાન રાખો. તમારા પ્યુબિક એિયાને હંમેશા ડ્રાય અને સાફ રાખો. તેમજ ટાઈટ કપડાં પહેરવાનું ટાળો. જો તમને વધારે પરસેવો થાય છે તો થોડા સમયે અંડરવિયર જરુર બજલો.

તેમજ મહત્વની વાત એ છે કે, તમારો ટુવાલ,પર્સનલ વસ્તુઓ જેમ કે રેસર કોઈ સાથે શેર ન કરો. સેક્શુઅલ રિલેશન દરમિયાન સેફ્ટીનું ખાસ ધ્યાન રાખો. વધારે દુખાવો થાય તો તેનાથી બચો કારણ કે,આનાથી ઈન્ફેક્શન વધારે થઈ શકે છે.

જો થોડા દિવસો પછી તમારા લક્ષણોમાં સુધારો ન થાય, અથવા જો તમને વધારે દુખાવો, તાવ, અથવા ચાંદા પડે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
