Gujarati News » Photo gallery » Gujarat Election 2022 Amit Shah, CM Bhupendra and Isudan Gadhvi voted in the second phase
Gujarat Elections 2022: લોકશાહીના પર્વ પર આ દિગ્ગજોએ પરિવાર સાથે કર્યું અમૂલ્ય મતદાન, જુઓ ફોટો
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Dec 05, 2022 | 5:41 PM
બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થયું હતુ, બીજા તબક્કાના મતદાનનો પ્રારંભમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓએ પણ પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. જુઓ તેઓની એક ઝલક.
ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ છે.ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે પત્ની સાથે અમદાવાદની શીલજ સ્કૂલમાં મતદાન કર્યું છે.
1 / 5
આપ ઉમેદવાર ઈસુદાન ગઢવીએ અમદાવાદના ધૂમા ખાતે પોતાની પત્ની સાથે મતદાન કર્યું. આ સાથે તેમણે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 51 થી વધુ બેઠક જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે.
2 / 5
ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું, આ દરમિયાન તેઓ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. તો જનતાને અને એમાં પણ ખાસ યુવાઓને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મતદાનની ફરજ નિભાવીને ગુજરાતની અઢી દાયકાથી ચાલતા વિકાસને આગળ વધારો.
3 / 5
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં વડોદરામાં ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં મતદાન કર્યું હતું. ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણે સહપરિવાર મતદાન કર્યું હતું.
4 / 5
બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને તેમની પત્નીએ અમદાવાદમાં મતદાન કર્યું.