AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વમાં સોનાનો સૌથી મોટો ખજાનો કયા દેશ પાસે છે? આખરે આ યાદીમાં ભારત કયા નંબરે છે?

'સોનું' કોઈપણ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન હોય છે. આજના યુગમાં જ્યારે સમગ્ર વિશ્વમાં મોંઘવારી અને યુદ્ધનો ડર છવાયેલો છે, ત્યારે વિશ્વના મોટા દેશો તેમજ તેમની કેન્દ્રીય બેંકો સોનું એકઠું કરી રહી છે. એવામાં સવાલ એ છે કે, આખરે કયા દેશ પાસે સોનાનો સૌથી મોટો ખજાનો છે અને ભારત કયા નંબરે છે?

| Updated on: May 02, 2026 | 8:31 PM
Share
સોનાના ભંડારની વાત આવે છે, ત્યારે અમેરિકા ચોક્કસપણે આમાં સૌથી ઉપર છે. એક અહેવાલ મુજબ, અમેરિકા પાસે વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર છે, જેનું પ્રમાણ અંદાજે 8,133 ટન જેટલું છે. અમેરિકાનું આ તમામ સોનું પ્રખ્યાત 'ફોર્ટ નોક્સ'ની તિજોરીમાં રાખવામાં આવ્યું છે. અમેરિકા પછી જર્મની બીજા નંબરે છે, જેની પાસે અંદાજે 3,350 ટન સોનું છે. ત્યારબાદ ઇટાલી આશરે 2,452 ટન સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ફ્રાન્સ પાસે આશરે 2,437 ટન સોનું છે. આ ચારેય દેશે લાંબા સમયથી પોતાના ગોલ્ડ રિઝર્વને મજબૂત બનાવી રાખ્યું છે.

1 / 5
રશિયા આશરે 2,330 ટન સોના સાથે ટોપ-5 માં છે. બીજી તરફ ચીન અત્યારે ટોપ-5 થી થોડું પાછળ છે પરંતુ તેની રફ્તાર ઝડપી છે. ચીન પાસે હાલમાં અંદાજે 2,313.5 ટન સોનું છે અને ખાસ વાત એ છે કે, તે છેલ્લા 17 મહિનાથી સતત સોનું ખરીદી રહ્યું છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો ચીન ટૂંક સમયમાં ટોપ-5 માં આવી શકે છે. ક્યારેક ‘સોનાની ચિડિયા’ કહેવાતું ભારત આજે ગોલ્ડ રિઝર્વના મામલામાં ભલે ટોચ પર ન હોય પરંતુ હવે તે ઝડપથી પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. તાજેતરના આંકડા મુજબ, માર્ચ 2026 માં પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ભારતીય રિઝર્વ બેંકે (RBI) લંડનથી 104.23 મેટ્રિક ટન સોનું ભારતની તિજોરીઓમાં શિફ્ટ કર્યું છે.

2 / 5
વર્ષ 2026 માં RBI પાસે કુલ મળીને આશરે 880 ટન સોનું છે. ભારત સતત પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સોનાની ખરીદી વધારી રહ્યું છે. ખાસ વાત એ છે કે, ભારત માત્ર સરકારી સ્તરે જ નહીં પરંતુ સામાન્ય લોકોની ખરીદીના મામલામાં પણ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ કન્ઝ્યુમર દેશોમાં જોડાયેલ છે. હવે જ્યાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઘણું પાછળ છે. પાકિસ્તાન પાસે આશરે 64.77 ટન સોનું છે, જે ભારતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. બીજીબાજુ બાંગ્લાદેશ પાસે તો માત્ર 14.28 ટન સોનું છે. આ આંકડા આ દેશોની આર્થિક સ્થિતિને પણ દર્શાવે છે.

3 / 5
વર્ષ 2026 માં કેટલાક નવા ખેલાડીઓ પણ ઉભરીને સામે આવ્યા છે. પોલેન્ડ અત્યારે સોનું ખરીદવાના મામલામાં દુનિયામાં સૌથી આગળ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી 2026 માં પોલેન્ડની કેન્દ્રીય બેંકે રેકોર્ડ 20 ટન સોનું ખરીદ્યું છે. પોલેન્ડનું લક્ષ્ય છે કે, તેના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારનો ઓછામાં ઓછો 20% હિસ્સો સોનાના સ્વરૂપમાં હોય. આ ઉપરાંત, મધ્ય એશિયાના દેશો ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન પણ પાછળ નથી. ઉઝબેકિસ્તાન છેલ્લા 5 મહિનાથી સતત સોનું ખરીદી રહ્યું છે અને હાલમાં જ તેણે 8 ટન સોનું ઉમેર્યું છે. કઝાકિસ્તાને પણ ગયા મહિને 8 ટન સોનું ખરીદીને પોતાની સક્રિયતા નોંધાવી છે.

4 / 5
દુનિયા ફરી એકવાર સોના તરફ વળતી દેખાઈ રહી છે. અમેરિકા હોય, ભારત હોય કે પછી નાના દેશો, દરેક વ્યક્તિ પોતાના રિઝર્વને મજબૂત બનાવવામાં લાગ્યા છે. આનાથી સ્પષ્ટ છે કે, આવનારા સમયમાં સોનું માત્ર આભૂષણ નહીં પરંતુ આર્થિક સુરક્ષાનું સૌથી મોટું હથિયાર બની રહેશે.

5 / 5

દીકરીઓ માટે વરદાન છે આ સરકારી યોજના, SSY માં રોકાણ કરવાથી લઈને ટેક્સ છુટ અને બમ્પર રિટર્ન સુધી

Follow Us
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા

અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'

મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ

કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો

વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ

અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો

ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી

ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી

હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે

g clip-path="url(#clip0_868_265)">