Gold Price Today: આજે ફરી સસ્તું થયું સોનું ! ઘટી ગયો 22 અને 24 કેરેટનો ભાવ, જાણો અહીં
ગઈકાલે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી જે બાદ આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

સોના અને ચાંદીના ભાવ સતત બદલાતા રહે છે. તેથી, સોના અને ચાંદી ખરીદતા પહેલા તેમની કિંમતો તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગઈકાલે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી જે બાદ આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,160 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે ગઈકાલે સોનાનો ભાવ 95,670 રુપિયા પર હતો. તેમજ આજે 22 કેરેટ સોનાનો ભાવ 87,240 રુપિયા પર છે.

આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 95,010 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,090 પર છે.

આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 95,060 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 86,140 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, તો ગઈકાલે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે જે બાદ આજે 21 મેના રોજ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, આજે ચાંદી 96,900 રુપિયા પ્રતિ કિલોના ભાવે છે.

તમને જણાવી દઈએ કે તમે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો ચાલી રહ્યો છે તે એક મિસ્ડ કોલ દ્વારા પણ જાણી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળશે. તે જ સમયે, તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દર અપડેટ્સ જાણી શકો છો.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી પ્રદાન કરે છે. આ બધા ભાવ કરવેરા અને મેકિંગ ચાર્જ પહેલાંના છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સ્વીકારવામાં આવે છે પરંતુ તેના ભાવમાં GST શામેલ નથી. તમને જણાવી દઈએ કે ઘરેણાં ખરીદતી વખતે, સોના અથવા ચાંદીના દરો વધુ હોય છે કારણ કે તેમાં કરનો સમાવેશ થાય છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
