Gold Price Today: સોનાના ભાવમાં થયો ઘટાડો ! જાણો 22 અને 24 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમત
ગયા અઠવાડિયે શેરબજાર રોકાણકારો માટે ખૂબ જ સારું રહ્યું હતું, તે સોના ખરીદનારાઓ માટે પણ રાહત સાબિત થયું. ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીને કારણે સોના અને ચાંદીના ભાવ દરરોજ વધઘટ થતા રહે છે.

સોના અને ચાંદીના ભાવમાં વારંવાર વધઘટ થતી રહે છે. તેથી, સોનું અને ચાંદી ખરીદતા પહેલા તેમની કિંમતો તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આજે સોનાના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો ચાલો જાણીએ.

આજે 26 મે 2025ના દિવસે સોનાના ભાવમાં વધારો થયો નથી, તેમજ સોનાના ભાવ સાવ ઘટી ગયા પણ નથી ત્યારે આજે 24 કેરેટ સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. ગઈકારે 24 કેરેટ સોનાનો ભાવ 98,230 રુપિયા પર હતો જ્યારે આજે સોનું 98,220 રુપિયા પર છે.

આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 98,220 રુપિયા થયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,890 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 98,070 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,890પર છે.

આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 98,120 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,940 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે આજે 26 મેના રોજ 1 કિલો ચાંદીનો ભાવ 99,800 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

ગયા અઠવાડિયે શેરબજાર રોકાણકારો માટે ખૂબ જ સારું રહ્યું હતું, તે સોના ખરીદનારાઓ માટે પણ રાહત સાબિત થયું. ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીને કારણે સોના અને ચાંદીના ભાવ દરરોજ વધઘટ થતા રહે છે.

સોનું ખરીદતા પહેલા, સોનાની કિંમત તપાસવી જરુરી છે. આ માટે, તમે શહેરની ઘણી દુકાનોમાં પૂછપરછ કરી શકો છો અથવા તમે ઝવેરીઓને ફોન કરી શકો છો.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
